
જામનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા ટી.પી.એસ. સિક્કા ખાતે 19મી ઇન્ટર ટી.પી.એસ. કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ પાવર સ્ટેશનોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ટી.પી.એસ. સિક્કાના વડા અને ચીફ એન્જિનિયર એચ.ડી. મૂંધવાએ દીપ પ્રાગટ્ય કરીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે ઉદ્બોધન કરીને તમામ ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં સુપ્રી. એન્જિનિયર ડી.કે. વસાવા, એસ.એચ. કાહર, એન.આર. પટેલ, આર.એન. પટેલ, આઈ.એ. નવાબ, ડી.જી.એમ. રેખાબા ઝાલા, સી.ઓ.એ. પી.જી. બાવીશી, મેડિકલ ઓફિસર તન્મય જે. રાદડિયા, ઇન્ચાર્જ સુપ્રી. એન્જિનિયર બી.ડી. સનારીયા, ડી.આર. રાઠોડ, આઈ.આર.ઓ. ટી.એમ. ઠાકરિયા, ચીફ કેમિસ્ટ હીતુભા જાડેજા, ઇન્ચાર્જ એલ.ડબલ્યુ.ઓ. આર.કે. મહેતા, ડેપ્યુ. સી.ઓ.એ. એમ.ડી. દોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ ટી.પી.એસ. સિક્કાના હોદ્દેદારો, ખેલાડીઓ અને કોલોનીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.કેરમ ટુર્નામેન્ટના પુરુષ ડબલ્સ વિભાગમાં ઉકાઈ પાવર સ્ટેશન વિજેતા બન્યું હતું, જ્યારે ધુવારણ પાવર સ્ટેશન રનર્સઅપ રહ્યું હતું. પુરુષ સિંગલ્સમાં ધુવારણ પાવર સ્ટેશન વિજેતા બન્યું અને ઉકાઈ પાવર સ્ટેશન રનર્સઅપ રહ્યું.મહિલા ડબલ્સમાં કોર્પોરેટ ઓફિસ વડોદરા વિજેતા બન્યું, જ્યારે વણાકબોરી પાવર સ્ટેશન રનર્સઅપ રહ્યું. મહિલા સિંગલ્સમાં પણ કોર્પોરેટ ઓફિસ વડોદરા વિજેતા બન્યું અને વણાકબોરી પાવર સ્ટેશનના ખેલાડીઓ રનર્સઅપ રહ્યા.કિશોર મહેતાએ સમગ્ર ટુર્નામેન્ટમાં ચીફ રેફરી તરીકે સેવા આપી હતી. તમામ વિજેતાઓને ટ્રોફી અને ઇનામ વિતરણ કરીને ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું.આ કેરમ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ સિક્કાના વાય.બી. જાડેજા, ડી.એમ. ઝાલા, વી.એચ. રાજ્યગુરુ, પી.એમ. જેઠવા, જે.આર. કંચવા, બી.આઈ. ગઢવી, ડી.જી. બારડ, આર.એન. જાડેજા, ડી.આર. નાગાણી, આર.ડી. હનોરા, ડી.એચ. નકુમ સહિતના સભ્યો અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt