જામનગર કોર્પોરેશનના ફૂડ શાખા દ્વારા ખાણીપીણીની 38 પેઢીમાં ચેકિંગ : 171 કિલો અખાદ્ય પદાર્થનો નાશ
જામનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) જામનગર શહેરમાં મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ખાણી પીણીની 38 પેઢીમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં 171 કિલો વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.જે સાથે એકસપાયરી ડેટવાળા 76 પેકેટ તથા 53 કિલો પસ
અખાદ્ય પદાર્થનો નાશ


જામનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) જામનગર શહેરમાં મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ખાણી પીણીની 38 પેઢીમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં 171 કિલો વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.જે સાથે એકસપાયરી ડેટવાળા 76 પેકેટ તથા 53 કિલો પસ્તીનો નાશ કરાયો હતો. સાથોસાથ જુદા જુદા નમૂનાઓ લઇ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે.મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમો દ્વારા શહેરના ગોકુલનગર, જકાતનાકા, હરિયા કોલેજ રોડ, કામદારી કોલોની, દિ.પ્લોટ-24, ડીફેન્સ કોલોની, ગ્રેઇન માર્કેટ માધાપર ભૂ઼ગા, જોડીયા ભુંગા, ઢીંચડા રોડ ઉપરાંત દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ સુધીના જુદા જુદા વિસ્તારોમાં હોટેલ,રેસ્ટોરન્ટ, ફરસાણ, નોનવેજ શોપ, રેકડીં-ફેરીયાઓ ઉપરાંત્ આઇસ ફેકટરી વગેરે મળી 38 પેઢીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં ચેકીંગ દરમિયાન 171 કિલોવાસી અખાધ જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.જે સાથે એકસપાયરી ડેટવાળા જુદા જુદા 76 પેકેટસ તથા 53 કિલો પ્રિન્ટેડ પસ્તી પણ નાશ કરાઇ હતી. જયારે હિંમતનગર વિસ્તારની એક પેઢીમાં તપાસણી દરમિયાન 15 કિલો તૈયાર સબ્જી અનહાઇજેનિક જણાતા તેનો નાશ કરાયો હતો.જયારે અન્ય એક પેઢીમાં ફુડ શાખાના ઇન્સપેકશન દરમિયાન મરચુ પાવડર અને ધાણાજીરૂ પાવડરના સેમ્પલ લઇ પૃથ્થકરણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી-વડોદરા ખાતે મોકલાયા છે.બેડી બંદર, માધાપર ભૂંગા, બેડેશ્વર, જોડીયા ભુંગા રોડ વિસ્તારમાં ફુડ શાખા દ્વારા ફેરિયાઓ-આઇસફેકટરીમાં થી નવ નમૂનાઓ લેવાયા હતા જેમાં પાણીના બે નમૂના ઢીંચડા લેબોરેટરી અને સાત નમૂનાઓ વડોદરાની લેબોરેટરીમાં મોકલાયા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande