પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર સાગર મોદીનો જન્મદિવસ.
પોરબંદર, 04 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર સાગરભાઈ મોદીનો તા.04 ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. જન્મદિવસના આ અવસરે પોરબંદર શહેર તથા જિલ્લાના રાજકીય, સામાજિક, ધાર્મિક અને વિવિધ ક્ષેત્રોના આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો તેમજ નાગરિકો દ્વારા તેમ
પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર સાગર મોદીનો જન્મદિવસ.


પોરબંદર, 04 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર સાગરભાઈ મોદીનો તા.04 ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. જન્મદિવસના આ અવસરે પોરબંદર શહેર તથા જિલ્લાના રાજકીય, સામાજિક, ધાર્મિક અને વિવિધ ક્ષેત્રોના આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો તેમજ નાગરિકો દ્વારા તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સેવા, સમર્પણ, સજ્જનતા, સહજતા, સંસ્કાર, સૌહાર્દ, સદભાવ અને સાહસિકતા જેવા ગુણોથી સમૃદ્ધ સાગરભાઈ મોદીએ સમાજસેવા, સંગઠનાત્મક પ્રવૃત્તિઓ તથા જનકલ્યાણના કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી જાહેરજીવનમાં આગવી ઓળખ ઊભી કરી છે. સતત લોકો વચ્ચે રહી તેમની સમસ્યાઓને સમજવી અને લોકહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેવાની તેમની કાર્યશૈલીને કારણે તેમણે લોકોમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સામાજિક ક્ષેત્રે સાગરભાઈ મોદી હાલ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ, પોરબંદર શહેરના પ્રમુખ તરીકે, લોહાણા મહાપરિષદ યુથ વિંગ, ઝોન-2 (સૌરાષ્ટ્ર-૨)ના ઝોનલ ચેરપર્સન તરીકે તેમજ બાલા હનુમાન ગ્રુપ પોરબંદરના સ્વયંસેવક તરીકે જવાબદારી નિભાવી છે. સમાજમાં એકતા, સહકાર, સેવાભાવ અને યુવાનોની સક્રિય ભાગીદારી વધે તે માટે તેઓ વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત જોડાયેલા રહ્યા છે. રાજકીય અને સંગઠનાત્મક ક્ષેત્રે સાગરભાઈ મોદીએ વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. તા. 31-01-2021થી તા. 15-01-2024 સુધી પોરબંદર જિલ્લા આઈ.ટી. સેલના કન્વીનર તરીકે જવાબદારી નિભાવ્યા બાદ તા. 18-02-2021 થી પોરબંદર જિલ્લા મીડિયા સેલના કન્વીનર તરીકે કાર્યરત છે. તા. 23-06-2021 થી વર્ષ 2025 સુધી પોરબંદર શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવ્યા બાદ તા. 30-03-2025થી પોરબંદર શહેર ભાજપ પ્રમુખ તરીકે સંગઠનની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ તા. 28-04-2026 થી પોરબંદર મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે તથા તા. 26-05-2026 થી પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે કાર્યરત છે. પ્રથમ મેયર તરીકે જવાબદારી સંભાળ્યા બાદ પોરબંદર શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓના વિસ્તરણ, સ્વચ્છતા, પાણી પુરવઠો, રસ્તા, સ્ટ્રીટલાઈટ, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ સહિતના વિવિધ નાગરિકલક્ષી પ્રશ્નોને પ્રાધાન્ય આપી કામગીરીને વધુ ગતિશીલ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે સંકલન સાધી શહેરના વિકાસકામોને સમયસર પૂર્ણ કરવા તેમજ નાગરિકોને ઝડપી અને ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહે તે દિશામાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છ, સુવિધાસભર, આધુનિક અને વિકાસશીલ પોરબંદરનું નિર્માણ થાય તેમજ નાગરિકોને વધુમાં વધુ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બને તેવા અભિગમ સાથે મહાનગરપાલિકાની કામગીરીને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાગરભાઈ મોદીની જાહેરજીવનની કાર્યશૈલીમાં જનસંપર્કને વિશેષ મહત્વ આપવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોના નાગરિકો, સામાજિક સંસ્થાઓ, વેપારીઓ, યુવાનો તથા વિવિધ વર્ગના લોકો સાથે સતત સંવાદ જાળવી તેમના પ્રશ્નો અને જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. સંગઠનાત્મક કાર્ય હોય કે સમાજસેવા, યુવા પ્રવૃત્તિ હોય કે નાગરિકલક્ષી પ્રશ્નો, દરેક ક્ષેત્રમાં સક્રિય રહીને કામગીરી કરવાની તેમની કાર્યશૈલીને કારણે તેઓ પોરબંદરના જાહેરજીવનમાં સતત સક્રિય રહ્યા છે. પોરબંદર શહેરને વધુ સ્વચ્છ, સુવિધાસભર, આધુનિક અને વિકાસશીલ બનાવવાના સંકલ્પ સાથે નાગરિકોની અપેક્ષાઓને અનુરૂપ વિકાસકામો અને સેવાઓને વેગ આપવા તેઓ સતત પ્રયત્નશીલ છે. જન્મદિવસના આ પાવન અવસરે સાગરભાઈ મોદીને રાજકીય, સામાજિક, ધાર્મિક અને વિવિધ ક્ષેત્રોના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો, શુભેચ્છકો તથા નાગરિકો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સાગરભાઈ મોદીને દીર્ઘાયુષ્ય, નિરોગી અને સ્વસ્થ જીવન, સુખ-સમૃદ્ધિ, સતત સફળતા તેમજ લોકસેવાના કાર્યોમાં વધુ ને વધુ યશ પ્રાપ્ત થાય અને પોરબંદરના વિકાસ તથા જનકલ્યાણ માટે તેમની સેવાયાત્રા સતત આગળ વધતી રહે તેવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande