મહેસાણામાં ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિત્તે રોજગાર મેળો, આત્મનિર્ભરતા પર ભાર
મહેસાણા, 04 ઓગસ્ટ (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત મહેસાણા ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓને રોજગારી અને સ્વરોજગારી તરફ પ્રોત્સાહિત કરવા મહિલા રોજગાર ભરતી મેળાનુ
મહેસાણામાં ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિત્તે રોજગાર મેળો, આત્મનિર્ભરતા પર ભાર


મહેસાણા, 04 ઓગસ્ટ (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત મહેસાણા ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓને રોજગારી અને સ્વરોજગારી તરફ પ્રોત્સાહિત કરવા મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓએ સ્થળ પર જ ઇન્ટરવ્યુ યોજી પાત્ર મહિલાઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી.

કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે મહિલાઓએ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી સરકારી યોજનાઓનો લાભ લઈને આત્મનિર્ભર બનવું જોઈએ. તેમણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની લોન અને સબસિડી યોજનાઓ તેમજ 181 અભયમ હેલ્પલાઈન વિશે માહિતી આપી મહિલાઓને ગૃહ ઉદ્યોગ અને સ્વરોજગાર અપનાવવા અપીલ કરી હતી.

ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ડાયરેક્ટર વર્ષા પટેલે પણ મહિલાઓને માત્ર નોકરી સુધી સીમિત ન રહી સ્વરોજગાર તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે વિસનગરમાં સેનેટરી પેડ ઉત્પાદન એકમનું ઉદાહરણ આપી મહિલાઓ માટે ઉપલબ્ધ સરકારી સહાયનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ‘દીકરી વધામણા કીટ’, વિવિધ સરકારી યોજનાઓના સહાય હુકમો અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ઉપસ્થિત રહી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande