જગુદણમાં 'બેટી બચાઓ બેટી પઢાઓ' દિવસની ઉજવણી, તેજસ્વી દીકરીઓનું સન્માન
મહેસાણા, 04 ઓગસ્ટ (હિ.સ.) મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત મહેસાણા જિલ્લાના જગુદણ સ્થિત શેઠ ડી.એચ. હાઈસ્કુલ ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દ
જગુદણમાં 'બેટી બચાઓ બેટી પઢાઓ' દિવસની ઉજવણી, તેજસ્વી દીકરીઓનું સન્માન


મહેસાણા, 04 ઓગસ્ટ (હિ.સ.) મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત મહેસાણા જિલ્લાના જગુદણ સ્થિત શેઠ ડી.એચ. હાઈસ્કુલ ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ અંગે વિવિધ તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન DHEWના મહેન્દ્ર સાધુએ બાળ અધિકારો અંગે માહિતી આપી હતી. PBSCના નીલમ પટેલે મહિલાલક્ષી સરકારી યોજનાઓથી અવગત કરાવ્યા હતા, જ્યારે મહેસાણા DCP સાહિસ્તાબેને 1098 ચાઈલ્ડ હેલ્પલાઈન અને બાળ સુરક્ષા અંગે સમજણ આપી હતી. DHEWના અરુણા રાઠોડે કિશોરીઓના સ્વાસ્થ્ય અને માસિક ધર્મ સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના વર્ષા પટેલે દીકરીઓને અણબનાવોની સ્થિતિમાં સાવચેત રહેવા અંગે માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી દીકરીઓને બેટી બચાઓ બેટી પઢાઓ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત ત્રણ માસ સુધીની નવજાત દીકરીઓને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીનીઓ માટે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું તેમજ બાલિકા પંચાયત દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande