
મહેસાણા, 04 ઓગસ્ટ (હિ.સ.) ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઇલેક્ટ્રિક કેબલ વાયર ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી ચોરીમાં ગયેલા આશરે ₹29 હજારના તાંબાના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
ઉંઝા પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે નમેણમાતા મંદિર પાસે એક વ્યક્તિ તાંબાના વાયરના ગૂંચળા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી હરેશભાઈ રમેશભાઈ શંકરભાઈ પટણી ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે 30 જુલાઈની રાત્રે વિશોળ ગામની સીમમાં આવેલા ખેતરના બોરપંપ સુધીનો ઇલેક્ટ્રિક કેબલ વાયર કાપી તેમાંથી તાંબુ કાઢી વેચવા લાવ્યાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપી પાસેથી આશરે 8 કિલો વજનનો ₹29 હજાર કિંમતનો તાંબાનો વાયર કબજે કર્યો છે. આ અંગે ઉંઝા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR