નર્મદા ડેમ આ વર્ષે પ્રથમવાર 132 મીટર પાર, નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં આશરે 1 મીટરનો વધારો
રાજપીપળા/અમદાવાદ,04 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતની લાઈફ લાઇન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.ચોથી ઓગસ્ટની સ્થિતિમાં ડેમ 78.35% ટકા ભરાયેલો છે. ડેમની વર્તમાન સપાટી 132.10 મીટર છે. ડેમની મહત્તમ ક્ષમતા 138.68 મીટર છે. ડેમમાં કુલ 946
Narmada Dam crosses 132 meters for the first time this year


રાજપીપળા/અમદાવાદ,04 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતની લાઈફ લાઇન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.ચોથી ઓગસ્ટની સ્થિતિમાં ડેમ 78.35% ટકા ભરાયેલો છે. ડેમની વર્તમાન સપાટી 132.10 મીટર છે. ડેમની મહત્તમ ક્ષમતા 138.68 મીટર છે. ડેમમાં કુલ 9460 MCMની ક્ષમતા સામે 7412 MCM પાણી સંગ્રહાયેલું છે.

ચોથી ઓગસ્ટની સ્થિતિમાં ડેમ 78.35% ટકા ભરાયેલો છે. ડેમની વર્તમાન સપાટી 132.10 મીટર છે. ડેમની મહત્તમ ક્ષમતા 138.68 મીટર છે. ડેમમાં હાલ પાણીની આવક 46375 ક્યુસેક છે, ડેમમાંથી 1984 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

મળતા આંકડા પ્રમાણે, નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં આશરે 1 મીટરનો વધારો નોંધાયો છે. હાલ ડેમની જળ સપાટી 132.10 મીટર નોંધાઈ છે.આ ડેમ 78 ટકાથી વધારે ભરાયો છે અને સંપૂર્ણ સપાટી સુધી પહોંચવા માટે હવે માત્ર થોડા જ મીટરન બાકી છે.સરદાર સરોવર નર્મદા ડેમ સહિત રાજ્યના મુખ્ય 207 ડેમમાં કુલ 68.52% ટકા પાણીનો સંગ્રહ છે.સરદાર સરોવર ડેમને બાદ કરવામાં આવે તો રાજ્યના મુખ્ય 206 ડેમમાં કુલ 62.63% પાણીનો સંગ્રહ છે. રાજ્યના 207 ડેમમાંથી 27 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યના 34 ડેમ હાઇએલર્ટ પર છે. આ ડેમોમાં 90 ટકાથી વધારે પાણી છે. 10 ડેમ એલર્ટ પર છે, જેમાં 80થી 90 ટકા પાણી છે. 9 ડેમ વોર્નિંગ પર છે, જેમાં 70-80 ટકા પાણી છે. 153 ડેમ એવા છે જેમાં 70 ટકાથી ઓછું પાણી છે.

ઉત્તર ગુજરાતના કુલ 15 ડેમમાંથી 0 ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. 15 ડેમમાં કુલ 41.96% પાણીનો સંગ્રહ છે. મધ્ય ગુજરાતના કુલ 17 ડેમમાંથી 1 ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. 17 ડેમમાં કુલ 55.82% પાણીનો સંગ્રહ છે. દક્ષિણ ગુજરાતના કુલ 13 ડેમમાંથી 9 ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. 13 ડેમમાં કુલ 73.45% પાણીનો સંગ્રહ છે. કચ્છના કુલ 20 ડેમમાંથી 1 ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. 13 ડેમમાં કુલ 25.49% પાણીનો સંગ્રહ છે. સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાંથી 16 ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. 13 ડેમમાં કુલ 52.94% પાણીનો સંગ્રહ છે

રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી કુલ 69.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે સૌથી વધુ 95.74 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે સૌથી ઓછો 29.05 ટકા વરસાદ કચ્છમાં નોંધાયો છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 51 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.75 ટકા અને સૌરાષ્ટ્રમાં 54.47 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાવાર આંકડામાં વલસાડમાં સૌથી વધુ 99 ઇંચ જ્યારે દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો માત્ર 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 38 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ થયો છે, જ્યારે 84 તાલુકામાં હજુ 50 ટકા વરસાદ પણ નોંધાયો નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande