

પોરબંદર, 04 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર
મહિલા પોલીસ સ્ટેશનની SHE ટીમ
દ્વારા મહિલાઓમાં સુરક્ષાઅને કાયદાકીય જાગૃતિ લાવવા માટેચોપાટી
ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યું હતું.મહિલા પોલીસ સ્ટેશનના પોલીસઇન્સ્પેક્ટર
આર.જે. રામના માર્ગદર્શનહેઠળ PSI એ.સી. નિમાવત અને SHE ટીમે
મહિલાઓને વિવિધ કાયદાકીયબાબતો અંગે માહિતગાર કર્યા હતા.કાર્યક્રમ
દરમિયાન મહિલાઓને ઘરેલુહિંસા, છેડતી, પોક્સો
કાયદો, સાયબરક્રાઇમ તેમજ મહિલાઓની સુરક્ષા માટેપોલીસ
દ્વારા આપવામાં આવતી સહાયઅંગે વિગતવાર માહિતી આપવામાંઆવી હતી.
સાયબર ગુનાઓમાંમદદ માટે 1930 હેલ્પલાઇન
તેમજઇમરજન્સીમાં
100 અને 181 નંબર પરસંપર્ક કરીને તાત્કાલિક સહાય મેળવીશકાય તે
અંગે માર્ગદર્શન આપવામાંઆવ્યું હતું.આ ઉપરાંત 1 જુલાઈ, 2024થીઅમલમાં આવેલા ભારતીય ન્યાયસંહિતા-2023, ભારતીય નાગરિકસુરક્ષા સંહિતા-2023 અને ભારતીયસાક્ષ્ય અધિનિયમ અંગે પણમહિલાઓને
સરળ ભાષામાં માહિતીઆપવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્યહેતુ મહિલાઓમાં કાયદાકીય જાગૃતિવધારવા,
આત્મવિશ્વાસ વિકસાવવાઅને
જરૂરિયાત સમયે પોલીસ સહાયનોઅસરકારક ઉપયોગ કરી શકે તે માટેમાર્ગદર્શન
પૂરું પાડવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya