દંતેશ્વર તળાવમાં કૂદી સલૂન સંચાલકે જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ
વડોદરા , 04 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે. ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક આવેલી વિરાજ સલૂનના સંચાલક આશરે 55 વર્ષીય હિતેશ ભાટિયાએ દંતેશ્વર તળાવમાં કૂદી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાથી વિસ
મૃતક


મૃતક


મૃતક યુવાન


વડોદરા , 04 ઓગસ્ટ (હિ.સ.)

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે. ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક આવેલી વિરાજ સલૂનના સંચાલક આશરે 55 વર્ષીય હિતેશ ભાટિયાએ દંતેશ્વર તળાવમાં કૂદી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, હિતેશ ભાટિયાએ અંગત કારણોસર આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા.

માહિતી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે શોધખોળની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનો ગુનો નોંધવાની અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં અંગત કારણોસર આ પગલું ભરાયું હોવાનું જાણવા મળ્યું છે, જોકે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટનાને પગલે પરિવારજનો તેમજ સ્થાનિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande