ભાવનગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત 'બેટી બચાવો, બેટી પઢાવો' જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભાવનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દેસાઈનગર સ્થિત શ્રી વિધા વિહાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ''બેટી બચાવો, બેટી પઢાવો'' યોજના હેઠળ જાગૃતિ કાર્
બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


ભાવનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દેસાઈનગર સ્થિત શ્રી વિધા વિહાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના હેઠળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓના શિક્ષણ, સુરક્ષા, સશક્તિકરણ અને સ્વાવલંબન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન નારી વંદન ઉત્સવનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે જ વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો-બેટી પઢાવો યોજના, પોક્સો અધિનિયમ, ગુડ ટચ-બેડ ટચ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટરની સેવાઓ તેમજ મહિલા સુરક્ષા અને કિશોરીઓના આરોગ્ય અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બે લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો અને દીકરી વધામણા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર છ વિદ્યાર્થીનીઓ તથા રાજ્ય કક્ષાની રમત-ગમતમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર ચાર દીકરીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી આર. કે. જાખણીયા, શાળાના આચાર્ય છગન જાંબુચા, વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ દીકરીઓના સર્વાંગી વિકાસ, શિક્ષણ અને સુરક્ષા માટે સંયુક્ત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande