ચાણસ્મા પાસે હાઈવેના ખાડાને કારણે ગંભીર અકસ્માત, તંત્ર સામે ઉઠ્યા સવાલો
પાટણ, 04 ઓગસ્ટ (હિ.સ.) પાટણ-ગોઝારિયા નેશનલ હાઈવે પર ચાણસ્મા નજીક ભારત પેટ્રોલ પંપ પાસે મંગળવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરના મોટા ખાડામાં એક એક્ટિવા પડતાં પાછળથી આવી રહેલો ટ્રક પુલની દિવાલ સાથે અથડાયો હતો. ટ્રક ચાલકે એક્ટિવા ચાલ
ચાણસ્મા પાસે હાઈવેના ખાડાને કારણે ગંભીર અકસ્માત, તંત્ર સામે ઉઠ્યા સવાલો


પાટણ, 04 ઓગસ્ટ (હિ.સ.) પાટણ-ગોઝારિયા નેશનલ હાઈવે પર ચાણસ્મા નજીક ભારત પેટ્રોલ પંપ પાસે મંગળવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરના મોટા ખાડામાં એક એક્ટિવા પડતાં પાછળથી આવી રહેલો ટ્રક પુલની દિવાલ સાથે અથડાયો હતો.

ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને બચાવવા માટે તાત્કાલિક બ્રેક મારી હતી, પરંતુ વાહન પરનો કાબૂ ગુમાવતાં ટ્રક પુલની દિવાલ સાથે અથડાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

આ અકસ્માત બાદ પાટણ-ગોઝારિયા હાઈવેના અધૂરા કામ અને નબળી ગુણવત્તા સામે ફરી સવાલો ઊભા થયા છે. અનેક સ્થળોએ રોડ દબાઈ ગયો છે, મોટા ખાડા પડ્યા છે અને કાંકરી ફેલાયેલી હોવાથી વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે જોખમ વધ્યું છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો છતાં તંત્ર માત્ર ખાડાઓમાં થીગડાં મારીને કામગીરી પૂર્ણ કરે છે. થોડા જ દિવસોમાં ફરી ખાડા પડી જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નાગરિકોએ હાઈવેના કામની ઉચ્ચસ્તરીય તપાસ, જવાબદારો સામે કાર્યવાહી અને સમગ્ર પાટણ-ચાણસ્મા-મહેસાણા હાઈવેનું ગુણવત્તાપૂર્વક કાયમી સમારકામ કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે સમયસર કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande