

પોરબંદર, 04 ઓગસ્ટ (હિ.સ.) રાણાવાવ તાલુકાના સુખપુર ગામમાંરહેતી એક ગર્ભવતી મહિલાને અચાનકપ્રસૂતિની તીવ્ર પીડા ઉપડતા પરિવારજનોએ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો.રાણાવાવ 108ની ટીમ તાત્કાલિક સ્થળ પરપહોંચી મહિલાને હોસ્પિટલ લઈ જવા રવાનાથઈ હતી. જોકે રસ્તામાં જ પ્રસૂતિની પીડાવધી જતાં એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વકપ્રસૂતિ કરાવવામાં આવી હતી.
આ મહિલાની ત્રીજી પ્રસૂતિ હતી. 108ના EMT વર્ષા રાઠોડે હેડ ઓફિસખાતે હાજર ફિઝિશિયન ડો. મનથન નામાર્ગદર્શન હેઠળ પોતાની કુશળતા, તાલીમઅને સમયસૂચકતાનો ઉપયોગ કરીનેએમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત રીતે પ્રસૂતિકરાવી હતી. આ દરમિયાન પાયલોટ રોહિતવાજાએ પણ જરૂરી સહયોગ આપ્યો હતો.પ્રસૂતિ બાદ તંદુરસ્ત દીકરાનો જન્મ થતાંપરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈગયો હતો.
માતા અને નવજાતને એમ્બ્યુલન્સમાંપ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુસારવાર માટે રાણાવાવની સરકારી CHC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંબંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યુંછે.108 ઇમરજન્સી સેવાની ઝડપી અનેઅસરકારક કામગીરીને પરિવારજનોએબિરદાવી હતી.
આ કામગીરી બદલ EMT વર્ષા રાઠોડ, પાયલોટ રોહિત વાજા તેમજસમગ્ર રાણાવાવ 108 ટીમને જિલ્લા પ્રોગ્રામમેનેજર આકાશ અને જિલ્લા એક્ઝિક્યુટિવ દર્શક યાદવે અભિનંદન પાઠવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, 108 સેવા સમયસરસારવાર અને જીવ બચાવવાના કાર્યોમાંસતત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya