ભાવનગર જિલ્લામાં 25 ઓગસ્ટે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે, 10 ઓગસ્ટ સુધી અરજીઓ સ્વીકારાશે
ભાવનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લામાં આગામી 25 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 11:00 કલાકે તમામ તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પડતર પ્રશ્નો રૂબરૂ સાંભળી તેનો ઝડપી અને અસરકારક નિ
AI ફોટો


ભાવનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લામાં આગામી 25 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 11:00 કલાકે તમામ તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પડતર પ્રશ્નો રૂબરૂ સાંભળી તેનો ઝડપી અને અસરકારક નિકાલ લાવવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર શિહોર તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં, જિલ્લા વિકાસ અધિકારી મહુવા તાલુકાના કાર્યક્રમમાં તેમજ પોલીસ અધિક્ષક જેસર તાલુકાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અરજદારોની રજૂઆતો સાંભળશે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં વર્ગ-1ના અધિકારીઓ સ્વાગત કાર્યક્રમનું સંચાલન કરી લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે સર્વિસ મેટર, નીતિ વિષયક પ્રશ્નો, કોર્ટમાં વિચારાધીન કેસો તેમજ સામૂહિક પ્રશ્નો સિવાયના પોતાના વ્યક્તિગત પડતર પ્રશ્નો અંગેની અરજીઓ રજૂ કરે. અરજીઓ સાથે જરૂરી આધાર-પુરાવા, અરજદારનું સંપૂર્ણ નામ, સરનામું અને મોબાઇલ નંબર ફરજિયાત દર્શાવવાનો રહેશે.

રસ ધરાવતા અરજદારોએ પોતાની અરજી આગામી 10 ઓગસ્ટ, 2026 સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીમાં અથવા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો સંબંધિત તલાટી કમ મંત્રીને જમા કરાવવાની રહેશે.

જિલ્લા તંત્રનો વિશ્વાસ છે કે તાલુકા સ્વાગત કાર્યક્રમ દ્વારા નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનું સ્થળ પર જ યોગ્ય માર્ગદર્શન તથા ઝડપી નિરાકરણ લાવી સુશાસનને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે. તેથી વધુમાં વધુ નાગરિકો આ કાર્યક્રમનો લાભ લે અને સમયમર્યાદામાં પોતાની અરજીઓ રજૂ કરે તેવી અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande