
સુરત, 04 ઓગસ્ટ (હિ.સ.) વીર નર્મદ યુનિવર્સિટીના 'હિન્દુ અધ્યયન પ્રતિષ્ઠાન' તથા 'અખિલ ભારતીય સાહિત્ય પરિષદ-ગુજરાત'ના સંયુક્ત ઉપક્રમે યુવા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સાહિત્યિક અભિવ્યક્તિ, સર્જનાત્મકતા અને શિક્ષકો-પ્રાધ્યાપકો-ગુરૂ પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના દ્રઢ થાય તે આશયથી વક્તૃત્વ, નિબંધ લેખન અને સ્વરચિત કાવ્યપઠન સ્પર્ધાઓ યોજાઈ હતી.
VNSGU ના કુલગુરુ ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવ ડૉ. આર. સી. ગઢવી તેમજ હિન્દુ અધ્યયન પ્રતિષ્ઠાનના સંયોજક ડૉ. ભરત ઠાકોરના માર્ગદર્શન હેઠળ સ્પર્ધાઓમાં વિવિધ કોલેજોના કુલ 79 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વક્તૃત્વ સ્પર્ધામાં શૌર્ય લાખોટીયા, દેશના રાજપુરોહિત અને માનસી પટેલ, નિબંધ લેખન સ્પર્ધામાં પ્રાપ્તિ પટેલ, તિવારી આશિષ, ધાંગર મલેશ અને સ્વરચિત કાવ્યપઠન સ્પર્ધામાં પાંડે આસ્તુતિ, સૈયદ ફહીમા અને બેડા રવિ વિજેતા થયા હતા.
સમાપન સમારોહમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના પરિસર સંયોજક ડૉ. મુકેશ રોહિત અને ડૉ. અર્ચના પટેલ, ડૉ. અલ્કા ચૌહાણના હસ્તે વિજેતાઓને સ્મૃતિચિહ્ન તથા તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન જયશ્રીબહેન તથા આયોજક ડૉ. સંજય પટેલ અને તેમની ટીમેં જહેમત ઉઠાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે