હાંસાપુર-રૂની માર્ગ પર ત્રણ દિવસથી પાણીનો ભરાવો
પાટણ, 04 ઓગસ્ટ (હિ.સ.)બે દિવસ અગાઉ પડેલા ભારે વરસાદ બાદ પાટણના હાંસાપુરથી રૂની તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં માર્ગ પર અવરજવર પ્રભાવિત થઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રો
હાંસાપુર-રૂની માર્ગ પર ત્રણ દિવસથી પાણીનો ભરાવો


પાટણ, 04 ઓગસ્ટ (હિ.સ.)બે દિવસ અગાઉ પડેલા ભારે વરસાદ બાદ પાટણના હાંસાપુરથી રૂની તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં માર્ગ પર અવરજવર પ્રભાવિત થઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોજિંદા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

માર્ગ પર પાણી ભરાયેલા હોવાથી વાહનોની અવરજવર ધીમી બની છે. ખાસ કરીને બે-ચક્રી વાહનચાલકો અને પગપાળા પસાર થતા લોકોને વધુ સાવચેતી રાખવી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી હજુ પણ માર્ગ પર જ એકત્રિત છે.

સ્થાનિક રહીશોએ જણાવ્યું કે તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે તાત્કાલિક પંપ દ્વારા પાણીનો નિકાલ કરી માર્ગને વાહનવ્યવહાર માટે સુગમ બનાવવાની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande