3 ફૂટના ખાડામાં બાઈક પટકાતા યુવાનનું મોત, ગોડાદરાના રસ્તાઓની બેદરકારી પર ઉઠ્યા સવાલ
સુરત, 04 ઓગસ્ટ (હિ.સ.): સુરતના ગોડાદરા વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાના પીએ સંદીપ યાદવનું મોત થતાં ઘટનાના CCTV દૃશ્યો સામે આવ્યા છે. આહિર ચોકથી માનસરોવર સોસાયટી તરફ જતાં રસ્તા પર આવેલા અંદાજે ત્રણ ફૂટ ઊંડા ખાડામાં બાઈકનું ટા
Surat


સુરત, 04 ઓગસ્ટ (હિ.સ.): સુરતના ગોડાદરા વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાના પીએ સંદીપ યાદવનું મોત થતાં ઘટનાના CCTV દૃશ્યો સામે આવ્યા છે. આહિર ચોકથી માનસરોવર સોસાયટી તરફ જતાં રસ્તા પર આવેલા અંદાજે ત્રણ ફૂટ ઊંડા ખાડામાં બાઈકનું ટાયર ફસાતા સંદીપ રસ્તા પર પટકાયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર લાંબા સમયથી અનેક મોટા ખાડા યથાવત છે અને વરસાદના કારણે તેમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને તેનો અંદાજ આવતો નથી.

ઘટના બાદ ઉપદેશ રાણાએ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે જો સમયસર રસ્તાનું સમારકામ અને સ્ટ્રીટ લાઇટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો સંદીપનો જીવ બચી શક્યો હોત. તેમણે સંદીપને માત્ર કર્મચારી નહીં પરંતુ પરિવારના સભ્ય સમાન ગણાવી આ અકસ્માતને તંત્રની ઘોર બેદરકારીનું પરિણામ ગણાવ્યું છે.

અકસ્માત બાદ મૃતકના પરિવારજનો, સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ અને રોડ કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેમજ ગોડાદરા વિસ્તારના તમામ જોખમી રસ્તાઓ અને બંધ સ્ટ્રીટ લાઇટનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande