
ગાંધીનગર,04 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને નાગરિકમૈત્રી બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો જાહેર કર્યા છે.
હવે પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ સ્ટેશનો અને પોલીસ અધિકારીઓને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. આ નવા દિશા-નિર્દેશોનો હેતુ પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.
રાજ્યમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને નાગરિકમૈત્રી બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. નવા નિર્દેશો મુજબ હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ હાજર રહેવાની જરૂર રહેશે નહીં. પોલીસ દ્વારા માત્ર નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવામાં આવશે.
રાજ્યના નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં બિનજરૂરી હેરાનગતિ અને ધક્કાઓમાંથી રાહત મળે તે માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે, તમામ પોલીસ સ્ટેશનો અને પોલીસ અધિકારીઓને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે.
આ નવા દિશા-નિર્દેશોનો હેતુ પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.
નવી વ્યવસ્થા અનુસાર પાસપોર્ટ માટે અરજી કરનાર વ્યક્તિને વેરિફિકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન પોલીસ દ્વારા માત્ર અરજદારની નાગરિકતા અને તેના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવામાં આવશે.
મહત્વની બાબત એ છે કે, હવે પોલીસને અરજદારના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂર રહેશે નહીં. ઉપરાંત, અરજદારને રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની પણ આવશ્યકતા રહેશે નહીં. આથી પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે અને અરજદારોનો સમય તથા ખર્ચ બંને બચશે.
જો કોઈ કેસમાં પોલીસને શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત અનુભવાય તો જ અપવાદરૂપ સંજોગોમાં પોલીસ અધિકારીઓ અરજદારના રહેઠાણ સ્થળની મુલાકાત લઈ શકશે.
જોકે આવી સ્થિતિમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જરૂર રહેશે નહીં.
જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યભરના તમામ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. સાથે જ નાગરિકોને પણ આ નવી અને સરળ પ્રક્રિયા અંગે માહિતગાર રહેવા તથા કોઈપણ બિનજરૂરી પ્રક્રિયામાં ન પડવા અપીલ કરવામાં આવી છે.
રાજ્ય પોલીસના આ નિર્ણયને કારણે પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે અને નાગરિકોને ઝડપી અને સરળ સેવા ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ