જામનગરની પટેલ કોલોનીમાં એપાર્ટમેન્ટના ચોથા માળેથી પટકાતા પરિણીતાનું કમકમાટી ભર્યું મૃત્યુ
જામનગર, 05 ઓગસ્ટ (હિ.સ.) જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ કંચનદીપ એપાર્ટમેન્ટમાં રહેતી એક પરિણીતાનું ચોથા માળની બાલ્કની પરથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સિટી બી. ડિવિઝન પોલીસે અકસ્માત મોત નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાત મોત


જામનગર, 05 ઓગસ્ટ (હિ.સ.) જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ કંચનદીપ એપાર્ટમેન્ટમાં રહેતી એક પરિણીતાનું ચોથા માળની બાલ્કની પરથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સિટી બી. ડિવિઝન પોલીસે અકસ્માત મોત નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે પત્ની પિયર જતી રહેતાં મનમાં લાગી આવતાં એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી છે.પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, પટેલ કોલોની, વિકાસગૃહ રોડ પર આવેલી કંચનદીપ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 401માં રહેતા વત્સલ વિપુલભાઈ પટ્ટણીએ જાણ કરી હતી કે તેમની પત્ની નિકીતાબેન ગત 4 ઓગસ્ટના રોજ બપોરે કોઈ સમયે ઘરની ચોથા માળની બાલ્કનીમાંથી નીચે પડી જતાં ગંભીર ઇજા પામ્યા હતા. તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બીજા બનાવમાં મૂળ છોટી ઈટારા ના રહેવાસી અને હાલ નાની નાગાજાર ગામે મજૂરી કામ કરતા દિલીપ લક્ષ્મણભાઈ બાંભણીયા એ જાણ કરી હતી કે તેમના મોટા ભાઈ કરણ લક્ષ્મણભાઈ બાંભણિયા ની પત્ની પોતાના પિતા સાથે જતી રહેતાં મનમાં લાગી આવતાં ગત 13 જુલાઈના રોજ તેમણે પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે પ્રથમ સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande