
છેલ્લા 13 વર્ષથી ફેટલ અકસ્માતના ગુનામાં ફરાર હતો આરોપી
ફરાર આરોપી મુંબઈ ખાતે હોવાની બાતમી વાગરા પોલીસને મળી હતી
ત્યાંથી નાસિક હોવાના ઈનપુટ મળતા ટીમ ત્યાં જઈ ઝડપી પાડ્યો હતો
ભરૂચ 05 ઓગસ્ટ (હિ.સ.)
વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાના અભિયાન હેઠળ પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વાગરા પોલીસે નાસિક ખાતેથી આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સચોટ બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે એક ખાસ ટીમ બનાવી હતી.પોલીસની ટીમ તાત્કાલિક મહારાષ્ટ્રના નાસિક ખાતે રવાના થઈ હતી.
નાસિકમાં સઘન તપાસ બાદ આરોપી મળી આવતા તેની અટકાયત કરવામાં આવી. વાગરા પોલીસની આ સફળ અને ઝડપી કામગીરીની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.
વાગરા પોલીસને મળેલ ચોક્કસ માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું, જે નાસિક મહારાષ્ટ્ર ખાતે હોવાનું જાણવા મળ્યું હતું.
માહિતી મળતા જ વાગરા પોલીસની ખાસ ટીમ નાસિક પહોંચી હતી અને સ્થાનિક તપાસ હાથ ધરી આરોપીને રાઉન્ડઅપ કરી અટકાયતમાં લીધો હતો. વાગરા પોલીસે છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા ફેટલ અકસ્માતના ગુનાના આરોપી પકડાયેલ હરીનંદ મહેન્દ્રકુમાર પટેલ
ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
આરોપીને વાગરા પોલીસ સ્ટેશન લાવી તેની સામે કાયદેસરની આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ