નર્મદા જિલ્લામાં ખરીફ -2026 માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેનો 16 ઓગસ્ટથી પ્રારંભ
- સર્વે કામગીરી માટે ઇચ્છુક વ્યક્તિઓની નોંધણી શરૂ, ખેડૂતોને સ્વયં પાક સર્વે કરવાની પણ મળશે સુવિધા રાજપીપલા,05 ઓગસ્ટ (હિ.સ.) રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખરીફ સીઝન 2026-27 માટે નર્મદા જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ 16 ઓગસ્
AgriStech Digital Crop Survey for Kharif-2026


- સર્વે કામગીરી માટે ઇચ્છુક વ્યક્તિઓની નોંધણી શરૂ, ખેડૂતોને સ્વયં પાક સર્વે કરવાની પણ મળશે સુવિધા

રાજપીપલા,05 ઓગસ્ટ (હિ.સ.) રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખરીફ સીઝન 2026-27

માટે નર્મદા જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ 16 ઓગસ્ટ, 2026થી કરવામાં આવશે. આ સર્વે કામગીરી 30 સપ્ટેમ્બર સુધી હાથ ધરવામાં આવશે.

સર્વે કામગીરી માટે ધોરણ-10 અથવા તેથી વધુ અભ્યાસ કરેલા તેમજ એન્ડ્રોઈડ મોબાઈલ અને

મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ જાણતા ઇચ્છુક વ્યક્તિઓને જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો સંબંધિત તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા, ગ્રામસેવક (ખેતી), વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), સંપર્ક કરી જોડાઈ શકશે

.

કૃષિ વિભાગે વધુમાં જણાવ્યું છે કે એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ જાણતા ખેડૂતો પોતાની ખેતીની

જમીનનો પાક સર્વે પણ સ્વયં કરી શકશે. આ માટે ખેડૂતોને પોતાના ગામના ગ્રામસેવક (ખેતી)નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

નર્મદાએ જિલ્લાના ખેડૂતો, ગ્રામ પંચાયતના સરપંચો તેમજગ્રામજનોને એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande