સિદ્ધપુરમાં અશાંત ધારો લાગુ કરવા, ભાજપ નેતાની માંગ
પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર નગરપાલિકાના ભાજપ પક્ષના નેતા અને સદસ્ય નિરંજનકુમાર ભોગીલાલ પંચાલે નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ ઠાકોરને પત્ર લખી શહેરમાં કોમી એખલાસ અને શાંતિ જાળવવા અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે. આ મુદ્દે તમામ 36 સદસ્યોની તાત્કાલિક
સિદ્ધપુરમાં અશાંત ધારો લાગુ કરવા ભાજપ નેતાની માંગ


પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર નગરપાલિકાના ભાજપ પક્ષના નેતા અને સદસ્ય નિરંજનકુમાર ભોગીલાલ પંચાલે નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ ઠાકોરને પત્ર લખી શહેરમાં કોમી એખલાસ અને શાંતિ જાળવવા અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે. આ મુદ્દે તમામ 36 સદસ્યોની તાત્કાલિક ખાસ બેઠક બોલાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, 18 માર્ચ, 2025ની સામાન્ય સભામાં ઠરાવ ક્રમાંક-58 હેઠળ અશાંત ધારો લાગુ કરવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પૂર્વ પ્રમુખ પ્રવિણ પંચાલે પણ આ મુદ્દે અનેકવાર રજૂઆત કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અશાંત ધારા હેઠળ આવરી લેવાના વિસ્તારોમાં એલ.એસ. હાઈસ્કૂલથી ગંગાવાડી, રબારીવાસ, ટેકરા વિસ્તાર, વિશ્વાસ રેસિડેન્સી, મંગલદીપ સોસાયટી, પથ્થરપોળ, રૂદ્રમાળ, ધર્મચકલા, સિદ્ધેશ્વરી સોસાયટી, તાહેરપુરા, બીંદુ સરોવર, દેથળી ચાર રસ્તા, બસ સ્ટેશન, રેલ્વે અંડરબ્રિજ સહિતના 12 જેટલા ચોક્કસ સીમાડાવાળા વિસ્તારોનો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે.

આ બેઠકમાં નક્કી થતા વિસ્તારોને સામાન્ય સભામાં મંજૂર કરાવી આગળની કાર્યવાહી માટે પાટણ કલેક્ટર, નાયબ મુખ્યમંત્રી, ગૃહ મંત્રાલય તથા ગુજરાત સરકારને મોકલી આપવા નગરપાલિકા પ્રમુખ સમક્ષ લેખિત માંગ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande