પાટણની એમ.એન. હાઈસ્કૂલમાં લોકશાહી પદ્ધતિથી વર્ગ પ્રતિનિધિની ચૂંટણી યોજાઈ
પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) : પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને લોકશાહીના મૂલ્યોનો પ્રાયોગિક અનુભવ કરાવવા તમામ વર્ગોમાં લોકશાહી પદ્ધતિથી વર્ગ પ્રતિનિધિની ચૂંટણી યોજાઈ. વિદ્યાર્થીઓએ બેલેટ પેપર દ્વારા પોતાના પ્રતિન
પાટણની એમ.એન. હાઈસ્કૂલમાં લોકશાહી પદ્ધતિથી વર્ગ પ્રતિનિધિની ચૂંટણી યોજાઈ


પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) : પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને લોકશાહીના મૂલ્યોનો પ્રાયોગિક અનુભવ કરાવવા તમામ વર્ગોમાં લોકશાહી પદ્ધતિથી વર્ગ પ્રતિનિધિની ચૂંટણી યોજાઈ. વિદ્યાર્થીઓએ બેલેટ પેપર દ્વારા પોતાના પ્રતિનિધિઓની પસંદગી કરી.

ચૂંટણી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓએ જ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી. મતદારોની ઓળખ ચકાસવાથી લઈને બેલેટ પેપર આપવું અને મતપેટીમાં મતપત્ર જમા કરાવવા સુધીની સમગ્ર પ્રક્રિયાનું સફળ સંચાલન વિદ્યાર્થીઓએ કર્યું.

મતદાન પૂર્ણ થયા બાદ મદદનીશ શિક્ષક પાર્થ જોષીએ વર્ગ પ્રતિનિધિના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ આચાર્ય ડૉ. ધનરાજ ઠક્કરે ચૂંટાયેલા પ્રતિનિધિઓને જવાબદાર નેતૃત્વ, શિસ્ત અને સેવાની ભાવનાથી કાર્ય કરવાની પ્રેરણા આપી.

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન અને સંકલન શાળાના શિક્ષકમંડળે સુવ્યવસ્થિત રીતે કર્યું. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે વિશ્વાસ, જવાબદારી અને નેતૃત્વના ગુણોનો વિકાસ થયો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande