જાતિના દાખલા માટે ફરજિયાત એફિડેવિટનો કોંગ્રેસનો વિરોધ
પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભચા આહીરે સમાજ કલ્યાણ સચિવને લેખિત રજૂઆત કરીને આક્ષેપ કર્યો છે કે સાંતલપુર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં OBC, SC અને ST જાતિના દાખલા માટે અરજદારો તથા વિદ્યાર્થીઓ પાસેથી નિયમો વ
જાતિના દાખલા માટે ફરજિયાત એફિડેવિટનો કોંગ્રેસનો વિરોધ


જાતિના દાખલા માટે ફરજિયાત એફિડેવિટનો કોંગ્રેસનો વિરોધ


પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભચા આહીરે સમાજ કલ્યાણ સચિવને લેખિત રજૂઆત કરીને આક્ષેપ કર્યો છે કે સાંતલપુર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં OBC, SC અને ST જાતિના દાખલા માટે અરજદારો તથા વિદ્યાર્થીઓ પાસેથી નિયમો વિરુદ્ધ ફરજિયાત એફિડેવિટ માંગવામાં આવી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયાના કારણે અરજદારોને બિનજરૂરી આર્થિક ખર્ચ, સમયનો બગાડ અને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર એફિડેવિટ કરાવવાથી કોઈ વ્યક્તિની જાતિ બદલાતી નથી, તેથી તેને ફરજિયાત બનાવવી નિયમો વિરુદ્ધ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

કોંગ્રેસે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ વિદ્યાર્થીઓ અને અરજદારોને આ અનાવશ્યક પ્રક્રિયા અને હેરાનગતિમાંથી મુક્તિ અપાવવા સમાજ કલ્યાણ સચિવને જરૂરી પગલાં ભરવા અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande