વેરાવળમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થઈ
ગીર સોમનાથ 05 ઓગસ્ટ (હિ.સ.) સ્તનપાનને વિશ્વભરમાં શિશુના જીવન, પોષણ, અને વિકાસનો આધારસ્તંભ માનવામાં આવે છે. જન્મ પછીનો પ્રથમ “ગોલ્ડન અવર” અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રથમ એક કલાકની અંદર સ્તનપાન શરૂ કરવાથી નવજાત શિશુનો મૃત્યુદર ઘટે છે, તેમને ચેપથી બચાવે છ
વેરાવળમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી


ગીર સોમનાથ 05 ઓગસ્ટ (હિ.સ.) સ્તનપાનને વિશ્વભરમાં શિશુના જીવન, પોષણ, અને વિકાસનો આધારસ્તંભ માનવામાં આવે છે. જન્મ પછીનો પ્રથમ “ગોલ્ડન અવર” અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રથમ એક કલાકની અંદર સ્તનપાન શરૂ કરવાથી નવજાત શિશુનો મૃત્યુદર ઘટે છે, તેમને ચેપથી બચાવે છે, અને બાળકના શ્વાસ તથા તાપમાનને સ્થિર રાખે છે.

સ્તનપાનનું મહત્વ અને શિશુ સ્વાસ્થ્ય માટે તેની અગત્યતાની સમજૂતી આપવા માટે આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા મહીલા અને બાળ વિકાસ અંતર્ગત વેરાવળ ઘટક-બે દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

બાળકના જીવન, પોષણ અને વિકાસનું આધારસ્તંભ માતાનું દૂધ છે. આ ઉજવણી અંતર્ગત સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલના ડિલીવરી બેડ્સની મુલાકાત લઇ વેરાવળ ઘટક બેના છ સેજાના તમામ મુખ્ય સેવિકાઓએ સ્તનપાનના ફાયદાઓ વિશે માતાઓને જાગૃત કર્યા હતાં.

આ દરમિયાન માતાઓને બાળક પ્રત્યે સ્તનપાન દરમિયાનની સાવચેતીઓ અને સુસંસ્કારિત પેઢીના નિર્માણમાં તેમની ભૂમિકા વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande