
ગીર સોમનાથ 5 ઓગસ્ટ (હિ.સ.) કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થશે.
જેમાં ઓફ લાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તા.૩૦/૦૮/૨૦૨૬ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ-૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.
જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ ૧૪ કૃતિમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરત નાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહ ગીત, લોકગીત / ભજન, તબલા, હાર્મોનિયમ (હળવુ) સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી ૦૯ સ્પર્ધામાં કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા- છંદ ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલ બેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીતનો સમાવેશ થાય છે.
સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી કુલ-૦૭ સ્પર્ધાઓમાં સિતાર, ગિટાર, વાંસળી, કુચિપુડી, ઓડીસી, મોહિની અટ્ટમ, વાયોલીન તેમજ અન્ય ૦૭ સ્પર્ધાઓમાં પખવાજ, મૃદંગમ, રાવણ હથ્થો, જોડીયા પાવા, સરોદ, સારંગી, ભવાઈ વગેરે કૃતિઓ યોજાશે.
આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ કલાકારોને જણાવવામાં આવ્યું છે કે, આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુ કલાકારોએ નિયત નમુના ફોર્મ ભરી, આધારકાર્ડ તથા બેંક પાસબુકની નકલ સાથે જોડી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં. ૩૧૩-૩૧૪, બીજો માળ, મુ.ઇણાજ, તા.વેરાવળ ખાતે તા. તા.૩૦/૦૮/૨૦૨૬ સુધીમાં કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન પહોચાડવાનું રહેશે.
કલા મહાકુંભની વિગતવાર ફોર્મ નિયમો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લાસેવા સદન”, રૂમ નં. ૩૧૩-૩૧૪, બીજો માળ, ઈણાજ, તા.વેરાવળથી મેળવી શકાશે. તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ