પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી સંગઠનાત્મક પ્રશિક્ષણ વર્ગોના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી સંગઠનાત્મક પ્રશિક્ષણ વર્ગોના આયોજન અંગે જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરી વિવિધ જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી સંગઠનાત્મક પ્રશિક્ષણ વર્ગોના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.


પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી સંગઠનાત્મક પ્રશિક્ષણ વર્ગોના આયોજન અંગે જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરી વિવિધ જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવી.

પ્રશિક્ષણ વર્ગનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે 16 હોદ્દેદારોને સંયોજક તરીકે જવાબદારીઓ સોંપવામાં આવી છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ 8 અને 9 ઓગસ્ટે સમી ખાતે મંડળોનો પૂરક પ્રશિક્ષણ વર્ગ યોજાશે, ત્યારબાદ તબક્કાવાર જિલ્લા પ્રશિક્ષણ વર્ગનું આયોજન થશે.

બેઠકમાં કાર્યકર્તાઓમાં શિસ્ત, સંગઠનભાવ અને કાર્યક્ષમતાનો વિકાસ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીલીપ જોશી, સુષ્માબેન રાવલ, અશોક પટેલ, મિલન પટેલ સહિત જિલ્લાના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande