જામનગર મનપામાં જુદા-જુદા વિભાગના 30 અધિકારી-કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ
જામનગર, 05 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકામાં આંતરિક વહીવટી ફેરબદલનો દોર શરૂ થયો છે. મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાના આદેશથી અંદાજે 30 અધિકારીઓ અને કર્મચારીઓની આંતરિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં વિવિધ ઝોન અને શાખાઓમાં ફરજ બજાવતા
કોર્પોરેશન


જામનગર, 05 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગર મહાનગરપાલિકામાં આંતરિક વહીવટી ફેરબદલનો દોર શરૂ થયો છે. મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાના આદેશથી અંદાજે 30 અધિકારીઓ અને કર્મચારીઓની આંતરિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં વિવિધ ઝોન અને શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

ખાસ કરીને નાયબ ઇજનેર, જુનિયર ઇજનેર અને વર્ક આસિસ્ટન્ટના વિભાગોમાં નોંધપાત્ર ફેરબદલ કરવામાં આવ્યો છે. વિવિધ ઝોન અને બ્રાંચોમાં અધિકારીઓની બદલી થતાં વહીવટી કામગીરીમાં નવી ગતિ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ, આ તો આંતરિક બદલીઓનો પ્રથમ તબક્કો છે. આગામી દિવસોમાં પણ કમિશનર દીપેશ કેડિયા દ્વારા કામગીરીના મૂલ્યાંકનના આધારે વધુ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવે તેવી ચર્ચા મહાનગરપાલિકાના વર્તુળોમાં ચાલી રહી છે.

તાજેતરના આ ફેરબદલને મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ ફેરબદલના હુકમો જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande