પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળા માટે રાઇડ્સને નવો રંગ, તડામાર તૈયારીઓ શરૂ
પોરબંદર, 05 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરમાં યોજાનારા જન્માષ્ટમી લોકમેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મેળાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. શહેરના વીવી બજાર નજીક તેમજ વણાણા GIDC વિસ્તારમાં રાઇડ્સ ધારકો દ્વારા વિવિધ મનોરંજનની રાઇડ્સમાં રંગરોગા
જન્માષ્ટમી લોકમેળા માટે રાઇડ્સને નવો રંગ, તડામાર તૈયારીઓ શર.


જન્માષ્ટમી લોકમેળા માટે રાઇડ્સને નવો રંગ, તડામાર તૈયારીઓ શર.


જન્માષ્ટમી લોકમેળા માટે રાઇડ્સને નવો રંગ, તડામાર તૈયારીઓ શર.


પોરબંદર, 05 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરમાં યોજાનારા જન્માષ્ટમી લોકમેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મેળાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. શહેરના વીવી બજાર નજીક તેમજ વણાણા GIDC વિસ્તારમાં રાઇડ્સ ધારકો દ્વારા વિવિધ મનોરંજનની રાઇડ્સમાં રંગરોગાન સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ચકડોળ, બ્રેકડાન્સ, વિવિધ ઝુલા, બાળકો માટેની રાઇડ્સ અને અન્ય આકર્ષણોને નવા રંગરૂપ સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી મેળા દરમિયાન મુલાકાતીઓને આકર્ષક અનુભવ મળી શકે. રાઇડ્સ ધારકો હાલ દિવસ-રાત મહેનત કરીને તમામ સાધનોની મરામત, કલરકામ અને જરૂરી તકનીકી ચકાસણીમાં વ્યસ્ત બન્યા છે. દર વર્ષે લાખો લોકો મેળાની મુલાકાત લેતા હોવાથી તમામ રાઇડ્સ સમયસર તૈયાર થઈ જાય તે માટે કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. જોકે, છેલ્લા બે વર્ષથી જન્માષ્ટમી લોકમેળા દરમિયાન વરસાદી માહોલને કારણે ધંધાર્થીઓને ભારે આર્થિક ફટકો સહન કરવો પડ્યો હતો. વરસાદના કારણે મેળામાં મુલાકાતીઓની સંખ્યા ઘટતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આ વર્ષે હજુ સુધી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો નથી. જેના કારણે એક તરફ મેળાના ધંધાર્થીઓ સારા વ્યવસાયની આશા રાખી રહ્યા છે, તો બીજી તરફ વરસાદના અભાવે ખેડૂતોની ચિંતા વધી રહી છે.

હાલમાં સૌની નજર મેઘરાજા પર ટકેલી છે અને ખેડૂતોથી લઈને વેપારીઓ સુધી સૌ વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે. જોકે મેળાના દિવસોમાં વરસાદ ન પડે અને ખેડૂતોને સમયસર સારો વરસાદ મળે તેવી દ્વિગુણી અપેક્ષા જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande