સંસદમાં સનાતન સંસ્કૃતિ અંગે થયેલી ટિપ્પણીના વિરોધમાં ભુજમાં સંત સમાજનું આવેદન, કડક કાર્યવાહીની માંગ
કચ્છ, 05 ઓગસ્ટ (હિ.સ.) ભુજ શહેરમાં સનાતન સંત સમાજના આગેવાનો અને વિવિધ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા સાધુ-સંતોએ સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સંત પરંપરા અંગે કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે
સાધુ સંત સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું


સાધુ સંત સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું


સાધુ સંત સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું


સાધુ સંત સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું


કચ્છ, 05 ઓગસ્ટ (હિ.સ.) ભુજ શહેરમાં સનાતન સંત સમાજના આગેવાનો અને વિવિધ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા સાધુ-સંતોએ સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સંત પરંપરા અંગે કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સંબંધિત સાંસદો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવા તેમજ તેમના સંસદીય સભ્યપદ અંગે યોગ્ય નિર્ણય લેવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

સંત સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે દેશની પ્રાચીન આધ્યાત્મિક પરંપરા, સાધુ-સંતો અને ભગવા વસ્ત્રો કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર છે. આવા પ્રતીકો અંગે અપમાનજનક નિવેદનો સમાજમાં અશાંતિ અને અસંતોષનું વાતાવરણ ઊભું કરી શકે છે. તેમના મતે જાહેર જીવન સાથે સંકળાયેલા વ્યક્તિઓએ જવાબદારીપૂર્વક ભાષાનો ઉપયોગ કરવો જોઈએ અને કોઈપણ ધર્મ કે તેની પરંપરાઓ અંગે આક્ષેપાત્મક નિવેદનોથી દૂર રહેવું જોઈએ.

આવેદન આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન સંત સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે તેમનો વિરોધ કોઈ રાજકીય પક્ષ અથવા વિચારધારા સામે નથી, પરંતુ માત્ર સનાતન ધર્મ અને સાધુ-સંતોના સન્માનના પ્રશ્ન સાથે જોડાયેલો છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ધાર્મિક પરંપરાઓ અને સંત સમાજના ગૌરવની વાત છે, ત્યાં સુધી દેશભરના સંતો એકજૂથ રહી પોતાના અધિકારો અને આસ્થાના રક્ષણ માટે અવાજ ઉઠાવશે.

સંતોએ વધુમાં કહ્યું કે જો સામાન્ય વ્યક્તિ કે અન્ય કોઈ વર્ગ અંગે અપમાનજનક ટિપ્પણી બદલ કાનૂની કાર્યવાહી થઈ શકે છે, તો સનાતન ધર્મ અને તેના પ્રતીકો અંગે કરવામાં આવેલા નિવેદનોની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમણે સમગ્ર મામલે યોગ્ય કાનૂની પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે જણાવ્યું કે હાલ તેઓએ સંપૂર્ણ શાંતિપૂર્ણ અને બંધારણીય માર્ગ અપનાવ્યો છે.

અંતે સંત સમાજે આશા વ્યક્ત કરી કે સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓ તેમની રજૂઆતને ગંભીરતાથી લઈને જરૂરી પગલાં ભરશે. સાથે જ ચેતવણી આપી કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કાયદાની મર્યાદામાં રહી આગામી સમયમાં વધુ વ્યાપક લોકશાહી કાર્યક્રમો દ્વારા પોતાનો વિરોધ નોંધાવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande