સેલવાસાથી સુરત લઈ જવાતો રૂ.1.02 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
વલસાડ, 05 ઓગસ્ટ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરી સેલવાસાથી ચોરી છૂપીથી સુરત તરફ લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે વેગનઆર કાર સહિત કુલ ₹4.02 લાખનો
આરોપી


વલસાડ, 05 ઓગસ્ટ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરી સેલવાસાથી ચોરી છૂપીથી સુરત તરફ લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે વેગનઆર કાર સહિત કુલ ₹4.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ અને LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના નિર્દેશનમાં જિલ્લા વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓની અટકાયત માટે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે પારડી તાલુકાના પરીયા-ખુંટેજ રોડ પર નવનીત કંપની નજીક વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું.

દરમિયાન GJ-21-CD-5386 નંબરની મારૂતી સુઝુકી વેગનઆર કારને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના 17 બોક્સ તથા 408 ટીન (કુલ 204 લિટર) મળી આવ્યા હતા. પોલીસે મારૂતી સુઝુકી વેગનઆર કાર (કિંમત ₹3,00,000), વિદેશી દારૂ અને બિયર (કિંમત ₹1,02,000), MH-03-ES-0358 નંબરની બે રજિસ્ટ્રેશન પ્લેટ તથા IDFC FIRST બેંકનું એક ફાસ્ટેગ મળી કુલ ₹4,02,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કાર્યવાહીમાં કાર ચલાવતા ધર્મનાથ ઉર્ફે ધર્મેશ ઉર્ફે મહારાજ, રહેવાસી સકારદા ગામ, તા. આમેઠ, જી. રાજસમંદ (રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં દારૂ ભરેલી કાર આપનાર જગદીશ (રહે. સેલવાસ) તથા કારમાં ક્લીનર સાઇડ પર બેઠેલો ઓમ (રહે. સેલવાસ) ફરાર હોવાનું સામે આવતાં બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ અંગે LCBના પોલીસ કર્મચારી દશરથ જગદીશભાઈની ફરિયાદના આધારે પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. વધુ તપાસ પારડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ PSI જે.બી. ધનેશા, ASI સહદેવસિંહ રાજેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ દશરથ જગદીશભાઈ તથા વિવેક ઘનશ્યામભાઈ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande