ડુંગરા પોલીસના પ્રોહિબિશન કેસના બે વોન્ટેડ આરોપીઓને એલસીબીએ ઝડપી પાડ્યા
વલસાડ, 05 ઓગસ્ટ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વી
એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવેલા વોન્ટેડ આરોપીઓ


વલસાડ, 05 ઓગસ્ટ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ તેમજ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝની સૂચના અનુસાર પીએસઆઈ જે.જી. વસાવા અને એલસીબીની ટીમ ફરાર આરોપીઓને પકડવા માટે કામગીરી કરી રહી હતી. દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ગુરજીભાઈને મળેલી બાતમીના આધારે દરોડા પાડી બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં જીતેન ઉર્ફે જતીન લખુભાઈ કેશુભાઈ હળપતી, રહેવાસી ઝરીગામ, કાંઠા ફળિયા, મોટી દમણ અને શુભમ લાલજીભાઈ સભાયા, હાલ રહેવાસી પારડી તથા મૂળ રાજકોટ શહેરનો સમાવેશ થાય છે.

બંને આરોપીઓ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સી-પાર્ટ ગુનો રજીસ્ટર નં. 11200051260513/2026 હેઠળ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 81, 98(2) અને 116(બી) મુજબના ગુનામાં વોન્ટેડ હતા.

આ સમગ્ર કામગીરી એલસીબીના પીએસઆઈ જે.જી. વસાવા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ગુરજીભાઈ તથા એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande