સમીની પી.આર. પરમાર હાઈસ્કૂલમાં ભવાઈ કલાથી સાંસ્કૃતિક વારસાનું જીવંત શિક્ષણ
પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) સમીની પી.આર. પરમાર હાઈસ્કૂલમાં ધોરણ-10ના સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ''ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ, હસ્ત અને લલિતકલાઓ'' વિષયને વધુ જીવંત અને રસપ્રદ બનાવવા માટે પ્રાર્થના સભામાં ભવાઈ કલાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
સમીની પી.આર. પરમાર હાઈસ્કૂલમાં ભવાઈ કલાથી સાંસ્કૃતિક વારસાનું જીવંત શિક્ષણ


પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) સમીની પી.આર. પરમાર હાઈસ્કૂલમાં ધોરણ-10ના સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત 'ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ, હસ્ત અને લલિતકલાઓ' વિષયને વધુ જીવંત અને રસપ્રદ બનાવવા માટે પ્રાર્થના સભામાં ભવાઈ કલાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક શૈલેન્દ્રસિંહ સોઢાએ ભવાઈનો ઇતિહાસ, તેની વિશેષતાઓ અને લોકશિક્ષણમાં તેના મહત્વ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.

ત્યારબાદ વિશોલ (ઊંઝા)ના ભવાઈ કલાકાર સેવંતી નાયકે વિવિધ પાત્રોની જીવંત ભજવણી કરીને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે કન્યા કેળવણી, સ્વચ્છતા, વ્યસનમુક્તિ અને સામાજિક જાગૃતિ જેવા વિષયો પર અસરકારક સંદેશ આપતાં ભારતીય સાંસ્કૃતિક વારસાનો જીવંત પરિચય કરાવ્યો હતો.

કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભાવસંગજી ઠાકોર સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢાએ કર્યું હતું. શિક્ષણને અનુભવ આધારિત અને રસપ્રદ બનાવવાના આ પ્રયાસને વિદ્યાર્થીઓ અને શિક્ષકવર્ગે ખૂબ વખાણ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande