કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણામાં 47 મહિલા ખેડૂતોને બારેમાસ શાકભાજીની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ અપાઈ
મહેસાણા,05 ઓગસ્ટ (હિ.સ.) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે બુધવારે બારેમાસ થતા શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમમાં ફુડેદા, ખરોડ અને કાહીપુર ગામની કુલ 47 મહિલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભા
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણામાં 47 મહિલા ખેડૂતોને બારેમાસ શાકભાજીની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ અપાઈ


મહેસાણા,05 ઓગસ્ટ (હિ.સ.) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે બુધવારે બારેમાસ થતા શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમમાં ફુડેદા, ખરોડ અને કાહીપુર ગામની કુલ 47 મહિલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાત રોશની બારડે બારેમાસ ઉગાડી શકાય તેવા વિવિધ શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પાક ઉત્પાદન વધારવા માટે યોગ્ય જાતોની પસંદગી, પોષણ વ્યવસ્થાપન, સિંચાઈ, તેમજ જીવાત અને રોગ નિયંત્રણની આધુનિક પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

તાલીમ બાદ મહિલા ખેડૂતોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિવિધ પ્રદર્શન એકમોની મુલાકાત લીધી હતી. ઉપરાંત પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મનું નિરીક્ષણ કરી આધુનિક અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે પ્રાયોગિક માહિતી મેળવી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આવા તાલીમ કાર્યક્રમોનો મુખ્ય હેતુ મહિલા ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અંગે સજ્જ બનાવી ઉત્પાદન અને આવકમાં વધારો કરવામાં મદદરૂપ થવાનો છે. તાલીમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ સાથે કૃષિ ક્ષેત્રે નવી ટેકનિક અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande