ગુમ થયેલી મહિલા અને બે બાળકો ને શોધી કાઢતી પોલીસ.
પોરબંદર, 05 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી ગુમ થયેલી એક મહિલા અને તેના બે બાળકોને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સુરક્ષિત રીતે શોધી કાઢ્યા છે. પોલીસની ટેકનિકલ તપાસ અને હ્યુમન સોર્સના આધારે આ કામગીરી સફળ બની હોવાનું પોલીસે
ગુમ થયેલી મહિલા અને બે બાળકો ને શોધી કાઢતી પોલીસ.


પોરબંદર, 05 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી ગુમ થયેલી એક મહિલા અને તેના બે બાળકોને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સુરક્ષિત રીતે શોધી કાઢ્યા છે.

પોલીસની ટેકનિકલ તપાસ અને હ્યુમન સોર્સના આધારે આ કામગીરી સફળ બની હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ મુજબ, બોખીરા રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ આવેલી ઋદ્ધિ-સિદ્ધિ પાર્કમાં રહેતી કિંજલબેન સુરેશભાઈ સોલંકી તેમજ તેના બે સંતાનો વંશિકા અને ક્રિયાંશ 1 જુલાઈના રોજ ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા.

આ અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિશાલભાઈ અને ભરતભાઈએ સંયુક્ત કામગીરી કરી મહિલા તથા બંને બાળકોને શોધી કાઢ્યાં. આ સમગ્ર કામગીરી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ PI એમ.ડી. વાળા, ASI ભાવીન પ્રવીણભાઈ, HC દેવેન્દ્રસિંહ ધીરુભા, વિજયસિંહ ભોજુભા તેમજ PC વિજય જેન્તીલાલ, કનકસિંહ પરાક્રમસિંહ અને ભૌતિક હરિભાઈએ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande