ચંદ્રુમાણામાં ₹24 લાખના લોકફાળાની જાહેરાત, વિકાસ માટે ખાસ ગ્રામસભા યોજાઈ
પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે 16મા નાણાં પંચની વર્ષ 2026-27ની ₹17.68 લાખની ગ્રાન્ટ અંતર્ગત વાર્ષિક વિકાસ પ્લાન તૈયાર કરવા પંચાયત કચેરી ખાતે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિવિધ વિકાસ કામો અંગે ગ્રામજનોના
ચંદ્રુમાણામાં ₹24 લાખના લોકફાળાની જાહેરાત, વિકાસ માટે ખાસ ગ્રામસભા યોજાઈ


પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે 16મા નાણાં પંચની વર્ષ 2026-27ની ₹17.68 લાખની ગ્રાન્ટ અંતર્ગત વાર્ષિક વિકાસ પ્લાન તૈયાર કરવા પંચાયત કચેરી ખાતે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિવિધ વિકાસ કામો અંગે ગ્રામજનોના સૂચનો લેવામાં આવ્યા હતા.

ગ્રામસભામાં સરપંચ કાજલ ચેતનભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. તાલુકા પંચાયતના ક્લસ્ટર કો-ઓર્ડિનેટર અશોક ચૌધરી, આયુર્વેદ ઓફિસર ગૌરાંગ વ્યાસ તથા તલાટી ભરત ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તલાટીએ બેઠકની રૂપરેખા રજૂ કરી હતી.ગ્રામજનો અને પંચાયત સદસ્યોએ રસ્તા, પાણી, ગટર, પાણીનો હવાડો, જીવદયા માટે પાંજરું, ઘન કચરા સાઇટ પર વરંડો, આંગણવાડીનું રીપેરિંગ અને બ્લોક પેવિંગ સહિતના વિવિધ વિકાસ કામો માટે સૂચનો કર્યા હતા.સાથે જ સુવિધાપથ પર બમ્પ, નવી સ્ટ્રીટ લાઈટો, અગાઉ મંજૂર થયેલા કામો પૂર્ણ કરવા અને ગામતળની કામગીરી અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી. દરેક સભ્યને તેમના વિસ્તારમાં 10-10 નવી એલઈડી લાઈટો ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.નાણાં પંચ હેઠળ અનુસૂચિત જાતિના વિકાસ માટે ₹2.91 લાખની ગ્રાન્ટ ફાળવાશે. ઉપરાંત ગામમાં રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા લોકફાળાથી કામગીરી કરવામાં આવશે, જેમાં પંચાયત સહયોગ આપશે તેમ સરપંચે જણાવ્યું હતું.પ્રસંગે સરપંચ કાજલ વ્યાસે વતનપ્રેમી યોજના હેઠળ જરૂરી 40 ટકા લોકફાળા તરીકે પોતાના અને પતિ ચેતન વ્યાસ તરફથી ₹24 લાખ આપવાની જાહેરાત કરી હતી. આ રકમથી રોડ-રસ્તા, ગટર, પાણી અને સીસીટીવી કેમેરા સહિતના વિકાસ કામોને વેગ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande