સરંભડા ગામે હડકાયા શ્વાનનો આતંક: વૃદ્ધને બચકું ભરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
અમરેલી, 05 ઓગસ્ટ (હિ.સ.) : અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં હડકાયા શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે. ગામમાં એક વૃદ્ધને શ્વાને અચાનક બચકું ભરતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને વૃદ્ધને વધુ નુકસાન ન થાય તે માટે શ
સરંભડા ગામે હડકાયા શ્વાનનો આતંક: વૃદ્ધને બચકું ભરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા


અમરેલી, 05 ઓગસ્ટ (હિ.સ.) : અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં હડકાયા શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે. ગામમાં એક વૃદ્ધને શ્વાને અચાનક બચકું ભરતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને વૃદ્ધને વધુ નુકસાન ન થાય તે માટે શ્વાનને દૂર હાંકી કાઢ્યો હતો.

ઈજાગ્રસ્ત વૃદ્ધને પ્રાથમિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ જરૂરી સારવાર શરૂ કરી હતી. શ્વાનના બચકાના કારણે તેમને એન્ટી રેબિઝ રસી સહિતની જરૂરી સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

ઘટનાના પગલે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે હડકાયું શ્વાન છેલ્લા કેટલાક સમયથી ગામમાં ફરી રહ્યું હતું, જેના કારણે લોકોમાં દહેશત ફેલાઈ હતી. સ્થાનિક તંત્રને આવા શ્વાનોને પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

આરોગ્ય વિભાગ દ્વારા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિને શ્વાન અથવા અન્ય પ્રાણી કરડે તો તરત જ નજીકની આરોગ્ય સંસ્થામાં પહોંચી સારવાર લેવી જોઈએ અને કોઈપણ પ્રકારની બેદરકારી રાખવી નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande