
પોરબંદર, 05 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદરના તુંબડા વિસ્તારમાંથી ગુમ થયેલા 9 વર્ષના બાળકને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગણતરીની કલાકોમાં શોધી કાઢી પરિવારને સોંપી દીધો હતો. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે બાળકને કે.કે. નગર વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તુંબડા વિસ્તારમાં રહેતો સંજય કારાભાઈ સોલંકી સવારે લગભગ 10 વાગ્યે કોઈને જાણ કર્યાવિના ઘરેથી નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં ઉદ્યોગનગર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે બાળકને કે.કે.નગર વિસ્તારમાંથી સુરક્ષિત મળી આવતા તેને પરિવારને સોંપવામાં આવ્યો હતો. બાળક મળી આવતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કામગીરી PI એમ.ડી. વાળા, ASI ભાવીન પ્રવીણભાઈ, HC દેવેન્દ્રસિંહ ધીરુભા, વિજયસિંહ ભોજુભા તેમજ PC વિજય જેન્તીલાલ, કનકસિંહ પરાક્રમસિંહ અને ભૌતિક હરિભાઈએ કરી હતી.
-
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya