સુરત જિલ્લા તથા નવી સિવિલ હોસ્પિટલમાં 2025ના વર્ષમાં 349 તથા 2026ના જુલાઈના અંત 268 જેટલા સર્પદંશના કેસો નોંધાયા હતા
સુરત, 05 ઓગસ્ટ (હિ.સ.) : ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રામીણ અને ખેતી વિષયક વિસ્તારોમાં દરોમાંથી બહાર આવતા ઝેરી અને બિન-ઝેરી સાપોના કારણે સર્પદંશની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. આવી કટોકટીભરી સ્થિતિમાં ગભરાટ ફેલાવવા કે ભુવા-દોરા અને અંધશ્રદ્ધાનો આશ
snake


સુરત, 05 ઓગસ્ટ (હિ.સ.) : ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રામીણ અને ખેતી વિષયક વિસ્તારોમાં દરોમાંથી બહાર આવતા ઝેરી અને બિન-ઝેરી સાપોના કારણે સર્પદંશની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. આવી કટોકટીભરી સ્થિતિમાં ગભરાટ ફેલાવવા કે ભુવા-દોરા અને અંધશ્રદ્ધાનો આશરો લેવાને બદલે દર્દીને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચાડવા અત્યંત જરૂરી છે. સમયસર અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર મળવાથી સર્પદંશના મોટા ભાગના કિસ્સાઓમાં દર્દીનો જીવ બચાવી શકાય છે. તેથી સર્પદંશની ઘટનામાં ત્વરિત તબીબી સારવાર જ સૌથી અસરકારક અને જીવનરક્ષક ઉપાય છે.

સુરત જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.કૌશિક મહેતાએ વિગતો આપતા જણાવ્યું કે, સુરત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સર્પદંશની સારવાર માટે આગોતરું અને સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં જાન્યુઆરી 2026 થી જુલાઈ 2026 સુધીમાં સર્પદંશના કુલ 158 કેસો નોંધાયા છે અને સરકારી સુવિધાઓ થકી તમામ દર્દીઓને સમયસર ત્વરિત સારવાર આપી બચાવી લેવાયા છે.

વિશેષરૂપે, ચોમાસાના આરંભ સાથે માત્ર જુલાઈ-2026 મહિનામાં જ સર્પદંશના 60 કેસો સામે આવ્યા હતા, જેમાં આરોગ્ય ટીમની તત્પરતા અને 108 એમ્બ્યુલન્સની ઝડપી કામગીરીથી તમામ દર્દીઓને નવજીવન મળ્યું છે. નોંધનીય છે કે અગાઉના વર્ષ 2025 દરમિયાન (જાન્યુઆરી થી ડિસેમ્બર 2025) જિલ્લામાં કુલ 223 કેસ નોંધાયા હતા.

સુરત જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો તેમજ નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે જરૂરી એન્ટી સ્નેક વેનમ (ASV) ઇન્જેક્શન, જીવનરક્ષક દવાઓ અને આધુનિક ઇમરજન્સી સુવિધાઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રાખવામાં આવે છે. દર્દીના લક્ષણોના આધારે સર્પદંશ ઝેરી છે કે, નહીં તે માત્ર તબીબ જ નક્કી કરી શકે છે, તેથી તરત જ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરી નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચવું એ જ સૌથી સુરક્ષિત અને અસરકારક ઉપાય છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા કેસોની વિગતો જોઈએ તો 2025ના વર્ષમાં કુલ 126 કેસો તથા 2026ના જુલાઈના અંત સુધીમાં 110 જેટલા સર્પદંશના કેસો નોંધાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande