સિહોરમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત સરપ્રાઈઝ ચેકિંગ, COTPA-2003ના ભંગ બદલ 14 સ્થળે દંડાત્મક કાર્યવાહી
ભાવનગર, 05 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર (NTCP) તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સિહોર શહેરમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ સ્ક્વોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીનો મુખ્ય હેતુ COTPA-2003 (સિ
તમાકુ નિયંત્રણ અધિનિયમ સ્ક્વોડ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ


ભાવનગર, 05 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર (NTCP) તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સિહોર શહેરમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ સ્ક્વોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીનો મુખ્ય હેતુ COTPA-2003 (સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ)નું અસરકારક અમલીકરણ કરાવવાનો તેમજ જાહેર સ્થળોએ તમાકુ સંબંધિત નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો હતો.

સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આશિયા હુનાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઝુંબેશમાં મામલતદાર કચેરી, તાલુકા હેલ્થ કચેરી, સિહોર પોલીસ સ્ટેશન, નગરપાલિકા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી તેમજ અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો.

સ્ક્વોડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાન-મસાલાની દુકાનો, તમાકુ અને તમાકુજન્ય ઉત્પાદનોના જથ્થાબંધ તથા છૂટક વેચાણ કરતા વેપારીઓ તેમજ બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન COTPA-2003ના નિયમોનો ભંગ કરતા કુલ 14 સ્થળો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

નિયમોના ઉલ્લંઘન બદલ સંબંધિત વેપારીઓ અને વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. 1,700નો દંડ વસૂલ કરીને પાવતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગે વેપારીઓને તમાકુ સંબંધિત કાયદાનું ચુસ્તપણે પાલન કરવા તેમજ પ્રતિબંધિત સ્થળોએ તમાકુના વેચાણ અને ઉપયોગથી દૂર રહેવા સૂચના આપી હતી.

જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જાહેર આરોગ્યના હિતમાં તમાકુ નિયંત્રણ માટે આવી સરપ્રાઈઝ ચેકિંગ અને દંડાત્મક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી લોકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ વધે અને તમાકુના ઉપયોગ પર અસરકારક નિયંત્રણ લાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande