પોરબંદર મનપાની બેદરકારીથી બોખીરા આવાસ યોજના મોતનું મુકામ બનશે !
પોરબંદર, 05 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરના બોખીરા આવાસમાં રહેતા હજારો પરિવારો આજે પોતાના જ ઘરમાં ભયના માહોલ વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. અંદાજે 12થી 13 વર્ષ પહેલાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સુરક્ષિત આવાસ મળે તે હેતુથી બનાવવામાં આવેલા આ આવાસોની
પોરબંદર મનપાની બેદરકારીથી બોખીરા આવાસ યોજના મોતનું મુકામ બનશે !


પોરબંદર મનપાની બેદરકારીથી બોખીરા આવાસ યોજના મોતનું મુકામ બનશે !


પોરબંદર મનપાની બેદરકારીથી બોખીરા આવાસ યોજના મોતનું મુકામ બનશે !


પોરબંદર મનપાની બેદરકારીથી બોખીરા આવાસ યોજના મોતનું મુકામ બનશે !


પોરબંદર, 05 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરના બોખીરા આવાસમાં રહેતા હજારો પરિવારો આજે પોતાના જ ઘરમાં ભયના માહોલ વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. અંદાજે 12થી 13 વર્ષ પહેલાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સુરક્ષિત આવાસ મળે તે હેતુથી બનાવવામાં આવેલા આ આવાસોની ગુણવત્તા સામે શરૂઆતથી જ સવાલો ઉઠતા રહ્યા છે. આવાસો રહેવાસીઓને સોંપાયા ત્યારથી જ છતમાંથી પોપડા પડવા, દિવાલોમાં તિરાડો પડવા અને બાંધકામની નબળી ગુણવત્તાની ફરિયાદો સતત સામે આવતી રહી છે.

ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. છતાં વર્ષો વીતી ગયા હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. હવે સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે છેલ્લા દોઢ મહિનામાં અંદાજે 10થી 12 બ્લોકમાં છતના પોપડા પડવાની ઘટનાઓ સામે આવી છે. અનેક વખત લોકો બેઠા હોય કે સૂતા હોય ત્યારે પણ છતના ટુકડા પડી ચૂક્યા છે, જેના કારણે રહેવાસીઓ સતત ભયના ઓથાર હેઠળ જીવન જીવી રહ્યા છે. ગઇકાલે ફરી એક બ્લોકમાં છતનો ભાગ ધસી પડતાં બે માસૂમ બાળકોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ સમગ્ર આવાસ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ આવી ઘટનાઓ સતત બનતી રહેતાં હવે મોટી દુર્ઘટનાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આટલી ઘટનાઓ બાદ પણ પોરબંદર મહાનગરપાલિકા હજુ માત્ર સર્વે, વોટરપ્રૂફિંગ અને પ્રાથમિક કામગીરીની વાતો કરી રહી છે. પરંતુ જર્જરિત બ્લોકોનું તાત્કાલિક સમારકામ કે સુરક્ષિત પુનર્વસન જેવી અસરકારક કાર્યવાહી હજુ સુધી શરૂ થઈ નથી. ચોમાસાની સિઝનમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. વરસાદ પડતાં છતમાંથી પોપડા પડવાનો ભય વધ્યો છે અને પરિવારો માટે પોતાના જ ઘરમાં રહેવું જીવના જોખમ સમાન બન્યું છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય અને કોઈ મોટી દુર્ઘટના સર્જાશે, તો તેની જવાબદારી કોણ લેશે? તેવો સવાલ હવે સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. સ્થાનિકોએ પોરબંદર મહાનગરપાલિકા તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને જર્જરિત આવાસોના સમારકામ, જરૂરી સુરક્ષા વ્યવસ્થા અને લાંબા ગાળાના ઉકેલ માટે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ગરીબ પરિવારોને ફરી સુરક્ષિત આશરો મળી શકે.

પોરબંદરના બોખીરા આવાસમાં છેલ્લા દોઢ મહિનામાં 10થી 12 બ્લોકમાં છતના પોપડા પડવાના બનાવો સામે આવ્યા બાદ આ મુદ્દે પોરબંદર ખબર દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી સાથે વાતચીત કરવામાં આવી હતી. મનન ચતુર્વેદીએ જણાવ્યુંહતું કે, આ આવાસોનું નિર્માણ થયું ત્યારે આયોજનમા નહોતુ એટલે વોટરપ્રૂફિંગ, સીડીની રેલિંગ સહિતની કેટલીક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં વોટરપ્રૂફિંગ, સીડીની રેલિંગ અને પી-સેફ્ટી સંબંધિત કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુંહતું કે, હાલમાં પ્રાથમિકતા વોટરપ્રૂફિંગ સહિતની કામગીરીને આપવામાં આવી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર સમક્ષ પેચવર્ક સહિતના અન્ય સમારકામ માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ, રહેવાસીઓને આવાસોની સોસાયટી રચવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તાજેતરમાં છતના પોપડા પડવાની જે ઘટનાઓ બની છે તેને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત બ્લોકોનો સર્વે પણ કરવામાં આવ્યો છે. સર્વેમાં ચિહ્નિત થયેલા બ્લોકોમાં સરકારની મંજૂરી મળ્યા બાદ જરૂરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande