પોરબંદરમાં નાની નોટોની અછતથી વેપાર-વ્યવહાર ખોરવાયો.
પોરબંદર, 05 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નાની ચલણી નોટોની અછતને કારણે વેપારીઓ અને સામાન્ય નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અગાઉ ₹1, ₹2 અને ₹5ની નોટો બજારમાં દુર્લભ બની હતી, જ્યારે હવે ₹10 અને ₹20ની નોટોની પણ ભારે અછત સર્
પોરબંદરમાં નાની નોટોની અછતથી  વેપાર-વ્યવહાર ખોરવાયો.


પોરબંદર, 05 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નાની ચલણી નોટોની અછતને કારણે વેપારીઓ અને સામાન્ય નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અગાઉ ₹1, ₹2 અને ₹5ની નોટો બજારમાં દુર્લભ બની હતી, જ્યારે હવે ₹10 અને ₹20ની નોટોની પણ ભારે અછત સર્જાતા રોજિંદા ખરીદી- વેચાણમાં અવરોધ ઉભો થયો હોવાનું જણાવાયું છે.

સામાજિક કાર્યકર હિતેશ ઉનડકટે જણાવ્યું છે કે, બજારમાં છૂટા નાણા ન મળતા વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે બોલાચાલી અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ રહી છે. ₹10નો સિક્કો પણ સહેલાઈથી ઉપલબ્ધ ન હોવાથી સામાન્ય વ્યવહારો કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટમી મહોત્સવ અને લોકમેળાના કારણે નાના ચલણની માંગમાં વધુ વધારો થવાનો છે. આવી સ્થિતિમાં છૂટા નાણાંની અછત વધુ ગંભીર બની શકે છે. આથી હિતેશ ઉનડકટે બેંકોને તાત્કાલિક ધોરણે ₹10 અને ₹20ની નોટો સહિત નાના ચલણનું પૂરતા પ્રમાણમાં વિતરણ કરવાની અપીલ કરી છે, જેથી વેપારીઓ અને સામાન્ય પ્રજાને પડી રહેલી હાલાકી દૂર થઈ શકે અને તહેવારો દરમિયાન વ્યવહારો સરળતાથી થઈ શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande