ખાંભા તાલુકામાં ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ.1.91 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા
અમરેલી, 05 ઓગસ્ટ (હિ.સ.) : ખાંભા તાલુકાના રબારીકા અને પચપાચીયાં ગામોમાં થયેલી ચોરીના ગુનાનો પોલીસે સફળ ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹1,91,500નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમી અને ટેક્નિક
ખાંભા તાલુકામાં ચોરીનો ભેદ ઉકેલાયો: ₹1.91 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા


અમરેલી, 05 ઓગસ્ટ (હિ.સ.) : ખાંભા તાલુકાના રબારીકા અને પચપાચીયાં ગામોમાં થયેલી ચોરીના ગુનાનો પોલીસે સફળ ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹1,91,500નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને મળેલી બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ભનુ જોલીયા અને પરેશ ગોહિલને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેની પૂછપરછ દરમિયાન રબારીકા અને પચપાચીયાં ગામોમાં થયેલી ચોરીમાં તેમની સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ પોલીસે તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અન્ય કોઈ ચોરીના ગુનાઓમાં તેમની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

સ્થાનિક પોલીસની સતર્ક કામગીરીના કારણે ટૂંકા સમયમાં જ ચોરીનો ભેદ ઉકેલાતા ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી છે.

પોલીસે નાગરિકોને શંકાસ્પદ વ્યક્તિઓ કે હિલચાલ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે, જેથી મિલકત સંબંધિત ગુનાઓને અસરકારક રીતે રોકી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande