
વલસાડ, 05 ઓગસ્ટ (હિ.સ.)
વાપીના છીરી વિસ્તારમાં રહેતી ૩૪ વર્ષીય પરિણીતા મહિલાના ગુમ થવાના બનાવને પગલે ડુંગરા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે અને જનતાને માહિતી આપવા અપીલ કરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, છીરીના સાંઈ ક્રિષ્ના એપાર્ટમેન્ટ, રૂમ નં. ૪૦૫ ખાતે રહેતા મામુની રાજેશકુમાર ઝાઉ (ઉં.વ. ૩૪, મૂળ વતન – દહિયા, થાણા જલાલગઢ, પોસ્ટ જલાલગઢ, જિલ્લો પૂર્ણિયા, બિહાર) તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાંજે આશરે ૪ વાગ્યાના સમયે છીરી જયભારતનગર સ્થિત યોગીવિલા, રૂમ નં. ૫૦૨ ખાતેથી કોઈને જાણ કર્યા વિના અજાણ્યા કારણોસર નીકળી ગયા હતા.
પરિવારજનો દ્વારા તમામ શક્ય સ્થળોએ શોધખોળ કરવા છતાં તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી. ગુમ થયેલી મહિલા મજબૂત બાંધાની, શ્યામવર્ણની અને અંદાજે ૬ ફૂટ ઊંચાઈ ધરાવે છે. ગુમ થતાં સમયે તેમણે ટોપ તથા નેવી બ્લ્યુ રંગનો પેન્ટ પહેરેલો હતો.
ડુંગરા પોલીસે અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિને મહિલાની કોઈ માહિતી મળે અથવા તેઓ ક્યાંય જોવા મળે તો ડુંગરા પોલીસ સ્ટેશનના મોબાઇલ નંબર ૬૩૫૯૬૨૬૧૩૨, પોલીસ કંટ્રોલ રૂમ ૦૨૬૩૨-૨૫૩૩૩૩ / ૨૪૨૯૦૦ અથવા ઈ-મેઈલ sp-val@gujarat.gov.in પર તાત્કાલિક સંપર્ક કરી જાણ કરવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha