નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત મણાર ગામે મહિલા સ્વાવલંબન જાગૃતિ સેમિનાર યોજાયો
ભાવનગર, 05 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વાવલંબન જાગૃતિ સેમિનારન
નારી વંદન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


ભાવનગર, 05 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વાવલંબન જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરવાનો તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવાનો હતો.

સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ નારી વંદન ઉત્સવના ઉદ્દેશ્યો અને મહિલા સ્વાવલંબન દિવસના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અનેક સહાયકારી યોજનાઓ અમલમાં છે, જેનો લાભ લઈ મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની શકે છે. તેમણે બહેનોને સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતા માટે ઉપલબ્ધ તકોનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ મહિલાઓને સ્વરોજગાર યોજનાઓ, કૌશલ્ય વિકાસ તાલીમ, બેંકિંગ અને નાણાકીય સહાય, રોજગારીલક્ષી કાર્યક્રમો તેમજ ઉદ્યોગ સ્થાપન માટે ઉપલબ્ધ સહાય અંગે વિગતવાર માહિતી આપી હતી. ઉપસ્થિત મહિલાઓએ પણ વિવિધ યોજનાઓ અંગે પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવ્યું હતું.

આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી તથા સહ રક્ષણ અધિકારી હેતલબેન દવે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના દ્રષ્ટિબેન મહેતા, લીડ બેંકના પ્રતિનિધિ વિરેન્દ્રસિંહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મૂળજીભાઈ, રોજગાર કચેરીના કાઉન્સેલર ઉદયભાઈ વ્યાસ તેમજ વન સ્ટોપ સેન્ટર (OSC) અને જિલ્લા મહિલા સશક્તિકરણ હબ (DHEW)ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ મહિલાઓમાં જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાના સંદેશ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande