ગોમતીપુરમાં ઘોડાગાડીની બગી સળગાવવાની ઘટનામાં યુવક પર ત્રણ શખસ છરીથી તૂટી પડ્યા
અમદાવાદ,05 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદના ગોમતીપુરમાં 18 દિવસ પહેલા જ જાહેરમાં અસામાજિક તત્વોએ સલાટનગર વિસ્તારમાં ઘોડાગાડીની બગી સળગાવવાની ઘટના બની હતી. અસામાજિક તત્વોએ ઘોડાગાડીની બગી સળગાવી હતી અને ઘરમાં આગ લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની અદાવત
ગોમતીપુરમાં ઘોડાગાડીની બગી સળગાવવાની ઘટનામાં યુવક પર ત્રણ શખસ છરીથી તૂટી પડ્યા


અમદાવાદ,05 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદના ગોમતીપુરમાં 18 દિવસ પહેલા જ જાહેરમાં અસામાજિક તત્વોએ સલાટનગર વિસ્તારમાં ઘોડાગાડીની બગી સળગાવવાની ઘટના બની હતી. અસામાજિક તત્વોએ ઘોડાગાડીની બગી સળગાવી હતી અને ઘરમાં આગ લગાડવાનો પ્રયત્ન કર્યો હતો.

આ ઘટનાની અદાવતમાં યુવક પર ત્રણ લોકોએ જાહેરમાં ચાલુ વાહને છરીથી હુમલો કરવાની ઘટના બની છે. જે ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગોમતીપુર પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે છેલ્લા કેટલાય સમયથી ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે છતાં પણ પોલીસ કડક હાથે પગલાં લેવામાં નિષ્ફળ સાબિત થઈ છે.

ગોમતીપુરમાં અનુપમ બ્રિજ પાસે સલાટનગરમાં ઈસ્માઈલ શેખ તેમના પરિવાર સાથે રહે છે. 15 દિવસ પહેલા સલાટનગરમાં રહેતા નકીબ સંધીની ગાડી પોલીસે ચેક કરી હતી જે ગાડી તેણે ચેક કરાવ્યું હોવાનો વહેમ રાખી અને ઝઘડો કર્યો હતો. જેથી તેઓની ઘોડાગાડીની બગી ઈસ્માઈલ ભાઈ સહિતના શખસોએ સળગાવી દીધી હતી.

ગોમતીપુર આર.કે એસ્ટેટમાં રહેતો મોહમ્મદ અનાસ અને મોહમ્મદ આમીન સહિતના મિત્રો સાથે ઈસ્માઈલ શેખ બર્ગમેન ટુ-વ્હીલર પર ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે રાત્રે અઢી વાગ્યાની આસપાસ ગોમતીપુર આરકે એસ્ટેટ પાસેથી પસાર થતા હતા ત્યારે નકિબ અને ફૈઝાન ઉર્ફે લંબુ અને આમિર પોતાનું એક્સેસ ટુવ્હીલર લઈ અને ત્યાંથી નીકળ્યા હતા. જેથી ઈસ્માઈલએ રસ્તો બદલી અને ગોમતીપુર ગામના અંબા માતાના મંદિર પાસેથી પસાર થતા હતા. ત્યારે પીછો કરીને નકિબ ટુ વ્હીલર લઈને આવ્યો હતો અને ચાલુ વાહને નકીબે હાથમાં રહેલી છરીનો ઘા ઈસ્માઈલને મારી દીધો હતો.

જેથી ઈસ્માઈલ ટુ-વ્હીલર પરથી નીચે પડી ગયો હતો. એ સાથે જ ત્રણેય આરોપી છરીથી ઈસ્માઈલ પર તૂટી પડ્યા હતા. આ હુમલા સમયે નકીબે કહ્યું હતું કે, તું બગી સળગાવ્યા બાદ હવે હાથમાં આવ્યો છે.

ત્રણેય આરોપીઓ છરીથી હુમલો કરતા રહ્યા તો ઈસ્માઈલ આજીજી કરતો રહ્યો અને બચવા માટે ભાગી રહ્યો હતો.જો કે આસપાસના લોકો ત્યાં આવી જતા ત્રણેય આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ જીવલેણ હુમલામાં ઈસ્માઈલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ મિત્રો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાને લઈ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, સલાટનગર વિસ્તારમાં કથિત ગેરકાનૂની પ્રવૃત્તિઓના કારણે સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ છે. ખાસ કરી મહિલાઓ, બાળકો અને વડીલોને રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, આ વિસ્તારની શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા તાત્કાલિક અને કડક પગલાં લેવાની જરૂર છે.

આ મામલે ગોમતીપુર પોલીસે ત્રણ યુવક વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધ્યો છે. ઘોડાગાડીની બગી સળગાવવાની ઘટનામાં અદાવત રાખી અને ફરીથી મારામારીની આ ઘટના બની છે, ત્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશનની નિષ્ક્રિયતા સંપૂર્ણપણે જોવા મળી રહી છે. અસામાજિક તત્વો બેફામ થયા તેમ છતાં પણ પોલીસ આવા તત્વોને કડક હાથે કાર્યવાહી કરી નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande