કલાપ્રતિભાઓ માટે સુવર્ણ તક કલામહાકુંભ 2026-27 ની નોંધણી મુદત 30 ઓગસ્ટ સુધી લંબાવાઈ
જૂનાગઢ, 05 ઓગસ્ટ (હિ.સ.) રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ સંચાલિત કલામહાકુંભ 2026-27 માટે
કલાપ્રતિભાઓ માટે સુવર્ણ તક કલામહાકુંભ 2026-27 ની નોંધણી મુદત 30 ઓગસ્ટ સુધી લંબાવાઈ


જૂનાગઢ, 05 ઓગસ્ટ (હિ.સ.) રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ સંચાલિત કલામહાકુંભ 2026-27 માટે નોંધણી કરવાની અંતિમ તારીખ લંબાવી 30 ઓગસ્ટ, બપોરે 12 કલાક સુધી કરવામાં આવી છે. 6 વર્ષથી લઈને 60 વર્ષથી વધુ વયના કલાકારો ચાર અલગ-અલગ વયજૂથમાં ભાગ લઈ શકશે. સ્પર્ધામાં સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનય સહિત વિવિધ વિભાગોની કુલ અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિભાશાળી કલાકારોને પોતાની કલાનું પ્રદર્શન કરવાની ઉત્તમ તક મળશે.

તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ નિયત અરજીપત્રક સાથે આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ જોડીને 30 ઓગસ્ટ બપોરે 12 કલાક સુધી સંબંધિત ઝોન/તાલુકા કન્વીનર પાસે પહોંચે તે રીતે અરજી મોકલવાની રહેશે. તાલુકા/ઝોન કક્ષાની સ્પર્ધાઓનું આયોજન તા.૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે, જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ 1 ઓક્ટોબરથી 20 ઓક્ટોબરદરમિયાન યોજાશે.

સીધી જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પણ નિયત અરજીપત્રક, આધારકાર્ડ તથા બેંક પાસબુકની નકલ સાથે 30 ઓગસ્ટબપોરે 1200 કલાક સુધી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે અરજી મોકલવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande