હારીજ ખેતી વિકાસ બેંકની ચૂંટણીમાં 4 બેઠકો માટે 11 ઉમેદવારી પત્રો ભરાયા
પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) : હારીજ ખેતી વિકાસ બેંકમાં 2 પ્રતિનિધિ અને 2 સભ્યો સહિત કુલ 4 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે. બેંક દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ હતી, જેમાં કુલ 11 ઉમેદવારી પત્રો ભરાયા છ
હારીજ ખેતી વિકાસ બેંકની ચૂંટણીમાં 4 બેઠકો માટે 11 ઉમેદવારી પત્રો ભરાયા


પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) : હારીજ ખેતી વિકાસ બેંકમાં 2 પ્રતિનિધિ અને 2 સભ્યો સહિત કુલ 4 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે. બેંક દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ હતી, જેમાં કુલ 11 ઉમેદવારી પત્રો ભરાયા છે.

બેંકે 3 જુલાઈએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 8 ઓગસ્ટ રાખવામાં આવી છે, જ્યારે અંતિમ ઉમેદવારોની યાદી 11 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.

પ્રતિનિધિ પદ માટે વાઘજી વિસાભાઈ ચૌધરી અને ચતુર શંકરભાઈ પટેલ મેદાનમાં છે. સભ્ય પદ માટે રબારી બળદેવ મોતીભાઈ, વિક્રમજી ખેંગારજી ઠાકોર, માનસિંહ માનાભાઈ ચૌધરી અને જયરામજી કુબેરજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. કેટલાક ઉમેદવારોએ ડબલ ફોર્મ ભરતાં કુલ ઉમેદવારી પત્રોની સંખ્યા 11 થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande