જામનગરમાંથી બે દરોડામાં જુગાર રમતી 10 મહિલાઓ ઝડપાઈ
જામનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં મહિલાઓ દ્વારા રમાતા જુગારના બે અલગ-અલગ અખાડા પર સીટી બી. અને સીટી સી. ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમોએ દરોડા પાડી કુલ 14 મહિલાઓને ઝડપી પાડી હતી. બંને કાર્યવાહી દરમિયાન કુલ રૂ.70,250ની રોકડ તેમજ ગંજીપાનાના પત્
જુગાર


જામનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં મહિલાઓ દ્વારા રમાતા જુગારના બે અલગ-અલગ અખાડા પર સીટી બી. અને સીટી સી. ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમોએ દરોડા પાડી કુલ 14 મહિલાઓને ઝડપી પાડી હતી. બંને કાર્યવાહી દરમિયાન કુલ રૂ.70,250ની રોકડ તેમજ ગંજીપાનાના પત્તા કબજે કરી જુગારધારા હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.

પ્રથમ બનાવમાં સીટી બી. ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડે રાંદલનગર વિસ્તારમાં રામાપીર મંદિરવાળી શેરીમાં હર્ષાબેન કિશોરભાઈ ત્રિવેદીના ઘર પાસે જાહેરમાં ચાલતા તીનપત્તી 'રોન પોલીસ' જુગાર પર દરોડો પાડી 9 મહિલાઓને ઝડપી પાડી હતી. પકડાયેલી મહિલાઓમાં હર્ષાબેન કિશોરભાઈ ત્રિવેદી, કંચનબા નાથુભા જાડેજા, નયનાબેન જગદીશભાઈ મકવાણા, વિનાબા યુવરાજસિંહ ચુડાસમા, કૈલાશબા જુવાનસિંહ જાડેજા, રક્ષાબેન કિશોરકુમાર સોનૈયા, ચંદનબા દિશુભા રાઠોડ, ગીતાબા ભુપતસિંહ સોલંકી અને માનકુરબા હકુભા સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે રૂ. 7,050ની રોકડ અને ગંજીપાનાના પત્તા કબજે કરી જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધ્યો હતો.

બીજા બનાવમાં સીટી સી. ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે ગોકુલનગરના સોહમનગર સોસાયટી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 5 મહિલાઓને ઝડપી પાડી હતી. પકડાયેલી મહિલાઓમાં કાજલબેન રાજુભાઈ કેસરીયા મકવાણા, દીવાળીબેન વિજયભાઈ બાંભણીયા, દીનુબેન ભરતભાઈ મકવાણા, કાંતાબેન ટીનાભાઈ કુનતીયા તથા ઇલાબા મહિપતસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. પોલીસે રૂ.63,200ની રોકડ તથા ગંજીપાનાના પત્તા કબજે કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande