મકરપુરા પોલીસ સ્ટેશન સામે નશામાં ધૂત કારચાલકનો આતંક, બેફામ ડ્રાઇવિંગ બાદ સર્જ્યો અકસ્માત
વડોદરા , 06 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નશાની હાલતમાં કાર ચલાવતા એક કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને અનેક લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. અંતે તેની કાર મકરપુરા પોલીસ સ્ટેશનની સામે જ અકસ્માતનો ભોગ બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર
અકસ્માત


વડોદરા , 06 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નશાની હાલતમાં કાર ચલાવતા એક કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને અનેક લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. અંતે તેની કાર મકરપુરા પોલીસ સ્ટેશનની સામે જ અકસ્માતનો ભોગ બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કારચાલક નશાની હાલતમાં અંદાજે બે થી ત્રણ કિલોમીટર સુધી અત્યંત બેફામ ગતિએ કાર દોડાવતો રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં આવતા વાહનચાલકો અને સ્થાનિકોએ તેને રોકવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેણે કોઈની પરવા કર્યા વિના જોખમી રીતે વાહન ચલાવવાનું ચાલુ રાખ્યું હતું.

બેફામ ડ્રાઇવિંગના કારણે અનેક વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આખરે મકરપુરા પોલીસ સ્ટેશનની સામે જ કાર અનિયંત્રિત બની અકસ્માતનો ભોગ બનતાં અટકી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કારચાલકને કસ્ટડીમાં લઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે કારચાલક નશાની હાલતમાં હતો કે નહીં તે અંગે મેડિકલ તપાસ સહિતની પ્રક્રિયા હાથ ધરી છે.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ નશાની હાલતમાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આવા બેદરકાર વાહનચાલકોના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, તેથી આવા કિસ્સાઓમાં કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી છે.

પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande