પાટણમાં પુરવઠા વિભાગની કાર્યવાહી: 3 વાજબી ભાવની દુકાનો સીલ
પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી પુરવઠા વિભાગે તમામ તાલુકાઓમાં વાજબી ભાવની દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદારો દ્વારા કુલ 20 દુકાનોની ચકાસણ
પાટણમાં પુરવઠા વિભાગની કાર્યવાહી: 3 વાજબી ભાવની દુકાનો સીલ


પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી પુરવઠા વિભાગે તમામ તાલુકાઓમાં વાજબી ભાવની દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદારો દ્વારા કુલ 20 દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ત્રણ દુકાનોમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતા તેમને તાત્કાલિક સીલ કરવામાં આવી હતી. ઉપરાંત ચાર દુકાન સંચાલકોને પુરવઠો રદ કરવા અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 13 દુકાનોને ટેકનિકલ ક્ષતિઓ બદલ તાકીદ કરવામાં આવી હતી.

ચકાસણી દરમિયાન અનાજનો જથ્થો, સ્ટોક રજિસ્ટર, વેચાણ રજિસ્ટર અને વિતરણની નોંધોની સઘન તપાસ કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા વિભાગે જણાવ્યું છે કે લાભાર્થીઓને નિયમિત અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે આવી તપાસ આગળ પણ નિયમિત ચાલુ રહેશે અને ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande